BJPના નેતા Arjun Modhwadiaએ Social Media પર Congressને લઈ કર્યા કટાક્ષ! લોકસભા ચૂંટણીના પરિણામ પર કહી આ વાત.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-24 11:49:39

લોકસભા ચૂંટણી માટે બે તબક્કા માટે મતદાન થવાનું શેષ છે.. ચોથી જૂને પરિણામ આવવાનું છે.. કોને કેટલી સીટો મળશે તેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે.. એક તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા અનેક બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પણ અનેક નેતાઓ જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે.. કોંગ્રેસને કેટલી સીટો તેવી વાત સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે કોંગ્રેસને લઈ અર્જુન મોઢવાડિયાએ ભવિષ્યવાણી કરી છે.. 


પક્ષપલટાની ગુજરાતમાં આવી હતી મૌસમ 

ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મૌસમ આવી હતી. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. પક્ષપલટો કરનાર ધારાસભ્યોમાં અર્જુન મોઢવાડિયા પણ હતા. ત્યારે ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે અનેક ટ્વિટ કરી છે.. કોઈ ટ્વિટમાં તેમણે ભાજપની જીતનો દાવો કર્યો છે તો કોઈ ટ્વિટમાં તેમણે કોંગ્રેસની વાત કરી છે.. 

ભાજપની જીત અંગે અર્જુન મોઢવાડિયાએ કહી આ વાત  

અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે.. જેમાં તેમણે લખ્યું છે કે, गुजरात में 5-6 सीटों को लेकर स्थापित हितो द्वारा भ्रम फैलाया जा रहा है।....वास्तव में 1 सीट भाजपा जीत चुकी है और बाकी 25 सीटों पर भी जीतना तय है।....भाजपा लगातार तीसरी बार प्रदेश में क्लीन स्वीप करने जा रही है।..... ભાજપ ફરી જીતની હેટ્રિક લગાવશે એવો અર્જુન મોઢવાડિયાને વિશ્વાસ છે....શક્તિસિંહ ગોહિલને જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, આ મામલે હું કોમેન્ટ આપુ તો સારૂ ન લાગે. કાલ સુધી મારી સાથે હતા અને હવે ત્યાં જઈને કોમેન્ટ કરે તો મને જવાબ આપવો યોગ્ય લાગતો નથી..... 


અર્જુન મોઢવાડિયાએ એક ટ્વિટમાં લખ્યું કે... 

શક્તિસિંહે કહ્યું સારુ ન લાગે,, પણ અર્જુનભાઈને તો જવાબદારીના ભાગરુપે કટાક્ષ તો કરવો પડતો હશે...અમે જ્યારે એમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચેક કરી રહ્યાં હતા તો બે-ત્રણ ટ્વિટ સામે આવ્યા...એક પોસ્ટમાં તેમણે લખ્યું છે, जो लोग पंचायत के चुनाव भी नहीं जीत सकते,वो लोग परदे के पीछे से कांग्रेस पार्टी चला रहे है।....चार-पाँच लोंगो नें चक्रव्युह बना के पार्टी आलाकमान को जनता से विमुख कर दिया है।.... जनभावना को समझने में नाकाम पार्टी ज्यादा दिन टिकेगी नहीं।... એટલે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પતનની વાતો કરી રહ્યાં હોય તેવું લાગે... 

લોકસભા ચૂંટણીનું પરિણામ આવે એની પહેલા જ... 

તેમણે બીજી એક પોસ્ટમાં લખ્યું કે. कांग्रेस के पार्ट टाइम पॉलिटिशियनो के लिए 6 जुन की टिकट बुक हो चुकी है।.... 4 जुन को चुनाव के नतीजे आएंगे।.... 5 जुन को खड़गे जी पर हार का ठीकरा फोड़ा जाएगा।....6 जुन को छुट्टी मनाने विदेश निकल जाएंगे।इन पार्ट टाइम पॉलिटिशियनो नें कांग्रेस को विपक्ष के लायक भी नहीं रहने दिया।...... એટલે અર્જુનભાઈએ તો લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસ માટે આગાહી કરી દીધી,, એ પરિણામ પછી શું થશે એની વિગતો સાથે.. 


શક્તિસિંહ ગોહિલ તેમજ મુકુલ વાસનિકે કહ્યું કે... 

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ સારૂં પ્રદર્શન કરશે તેવી વાતો અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે.. થોડા સમય પહેલા  શક્તિસિંહે તો કહ્યું કે કોંગ્રેસ 4 સીટ જીતશે, મુકુલ વાસનિકે કહ્યું, કે 10થી વધારે સીટ કોંગ્રેસ જીતશે.. ત્યારે સૌની નજર ચોથી જૂન પર છે જ્યારે પરિણામ જાહેર થવાનું છે.. તે વખતે કોનો આશાવાદ સાચો સાબિત થાય છે તે જોવું રહ્યું...  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.