મહિસાગર ભાજપમાં વિખવાદ સામે આવ્યો, પાર્ટીના જ સ્થાનિક નેતાઓ MLA કુબેર ડીંડોરથી નારાજ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:21:26


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓમાં અસંતોષ અને રોષ સામે આવી રહ્યો છે. ભાજપમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્તમાન ધારાસભ્યોની સામે સ્થાનિક મતદારોમાં તો ઠીક પણ ભાજપના કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર ભાજપમાં આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર સામે રોષ વ્યકત કરતો વીડિયો થયો વાયરલ થયો છે.


મહિસાગર ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો


ટિકિટ મુદ્દે ભાજપમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. કડાણા અને સંતરામપુરના આગેવાનોમાં ધારાસભ્યો સામે નારાજગી જોવા મળી રહી છે. કડાણા તાલુકા પંચાયત ભાજપ પૂર્વ પ્રમુખ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્ય કુબેર ડીંડોર કુબેર ડીંડોરના વિરોધ કરવામાં આવ્યો હતો. એક વીડિયો હાલ સામે આવ્યો છે જેમા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તેમજ કડાણાના ભાજપના કદાવર નેતા વાઘા કાળુ ડામોર વિરોધ કરતા જોવા મળ્યા હતા.


વાયરલ વીડિયોમાં શું વિરોધ જોવા મળ્યો?


સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના નેતાઓ ધારાસભ્યનો વિરોધ કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે, તેઓ કહેતા જોવા મળી છે કે ધારાસભ્ય આપણા સમાજના હોવા છતાં સમાજના છોકરાઓ માટે કોઈ કામ નથી કર્યું. વિકાસ કર્યો આપણી સરકારે અને જશ લે છે રાજયકક્ષાના મંત્રી એવા સંતરામપુરના ધારાસભ્ય. વીડિયોમાં દેખાય છે કે, ધરણાં કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકો સમાજના લોકોને સોગંદ લેવાનું કહી રહ્યા છે કે બીજો કોઇપણ ઉમેદવાર ચાલશે પણ આ ધારાસભ્ય ના જોઇએ. તેમણે સમાજ માટે કોઈ કામ નથી કર્યું, ફક્ત સાયરન વાગતી ગાડીમાં ફરવું એ જ એમનું કામ છે. સાયરન વગાડતી ગાડીમાં આપણા લીધે ફરવા મળે છે. આપણે મત આપ્યા ત્યારે મંત્રી બન્યા. હવે સમાજની ફિકર નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.