ત્રિપુરામાં આવતા વર્ષે એટલે કે 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈ ભાજપે હર ઘર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોચાડાશે
2023માં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હજી ચૂંટણીને વાર છે પરંતુ ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રચાર અભિયાન અંતર્ગત હર ઘર અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મનીક સાહાની અધ્યક્ષતામાં આ અભિયાન ચલાવવામાં આવશે જેમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામો જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનમાં મંત્રીઓ. MP, MLA ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વધુમાં વધુ લોકો જોડો જનસંપર્ક બનાવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ત્રિપુરામાં ભાજપની થશે જીત
ત્રિપુરામાં 60 બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપનો દાવો છે કે આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થવાનો છે. આ અભિયાન ચલાવી સરકાર લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવાની છે.