પાંચ લાખની લીડ મેળવવા ભાજપે તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન! જુઓ પેજ સમિતિથી પ્રદેશ પ્રમુખનો આ પિરામિડ BJP સંગઠનમાં કઈ રીતે કામ કરે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-20 17:20:19

લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. એક તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દરેક પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે 400 પાર સીટો મળશે.. ત્યારે આજે વાત ભારતીય જનતા પાર્ટીની કરીએ. ભાજપની સ્થાપના 1980માં થઈ. 1984ની લોકસભાની ચૂંટણીઓમાં આ પાર્ટીના માત્ર બે જ સાંસદ હતા. પરંતુ 2014માં BJP કેન્દ્રમાં આવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમત મેળવી. 2019માં પણ જીતી ગયા. ત્યારે સૌ કોઈની નજર આ વખતની ચૂંટણી પર છે... 

ગુજરાતમાં ભાજપનો વોટ શેર હતો... 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે.. 26એ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે.. 2014 અને 2019 બંને ચૂંટણીમાં આ જ પરિણામ રહ્યા. 2024ની બેઠક માટે ભાજપે આ વખતે પોતાના ટાર્ગેટને થોડો વધારે ઉપર લઈ ગઈ છે. ભાજપના લક્ષ્ણાંકની વાત કરીએ તો છે ગુજરાતની દરેક બેઠક પર પાર્ટી પાંચ લાખના લીડ  મેળવશે. 2024માં શું પરિણામ આવશે તે આપણે ચોથી જૂને જોઈશુ પરંતુ થોડીક નજર 2019ના પરિણામો પર કરીએ. ભાજપનો ગુજરાતમાં વોટશેર 63 ટકા હતો. તેને આખા ગુજરાતમાંથી લગભગ 1,80,000 જેટલા વોટ મળ્યા હતા .


પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો ભાજપનો ટાર્ગેટ 

હવે તો BJPએ આ 2024ના લોકસભાની ચૂંટણીઓમાં બધી જ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ લીધો છે અને આ માટે BJPને કુલ 2.22કરોડ જેટલા મત મળવા જોઈએ. જેના કારણે લીડમાં 40 લાખનો વધારો થાય અને દરેક બેઠક પર 5 લાખની લીડ મળે  . તો ભાજપ આ ટાર્ગેટ અચીવ કરી શકે છે.. પાંચ લાખનો ટાર્ગેટ અચીવ કરવા શું રણનીતિ બનાવી છે તેના પર કરીએ નજર.


પેજ પ્રમુખ અને પ્રમુખ સમિતીની ઉપર આવે છે...  

લક્ષ્યાંક હાંસલ કરવા ગુજરાતમાં દરેક મતદાર યાદીના એક -એક પેજના 30-30 મતદારો માટે ૧૦ લાખથી વધુ પેજ પ્રમુખોની BJPએ નિમણુંક કરી છે. આ પેજ પ્રમુખો પાસે 3થી 5 સભ્યોની પેજ સમિતિ છે, જેમાં 74 લાખ પેજ સમિતિ active થઈ ગઈ છે . આ પેજ સમિતિના સભ્યએ સોસાયટી, મહોલ્લા કે શેરીમાંથી પાડોશીઓને સવારે 8થી 10માં માત્ર 3થી 5 મતદારોને મતદાન કરાવવાનું હોય છે. પેજ પ્રમુખ અને પેજ સમિતિની ઉપર બુથ સમિતિ આવે છે. બુથ સમિતિની ઉપર શક્તિ કેન્દ્ર છે, આ શક્તિ કેન્દ્ર ઉપર વોર્ડ ટિમ , વોર્ડ ટીમની ઉપર જિલ્લા પ્રમુખની ટિમ , અને સૌથી ઉપર પ્રદેશ પ્રમુખની ટિમ હોય છે . 


બીજા રાજ્યોમાં લાગુ કરવામાં આવી આ ફોર્મ્યુલા

હવે આ પેજ પ્રમુખની રણનીતિ વિશે આપણે જાણીએ. 2007ની ગુજ્રરાત વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે ચૂંટણી રણનીતિના ભાગરૂપે પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખના પિરામિડની રચના કરી. 2014માં BJP અધ્યક્ષ બનતા અમિત શાહે બીજા રાજ્યોમાં પણ આ ફોર્મ્યુલા અપનાવી . અગાઉ '1 બુથ 10 યુથ ' જેવી ફોર્મ્યુલા હતી .હવે આ 2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 26 લોકસભા બેઠકમાં આવતી દરેક વિધાનસભા બેઠક પરના 39 હજારથી વધુ પેજ પરિવાર સાથે મુલાકાત કરી લીધી છે. તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટીનું આ માઈક્રો પ્લાંનિંગ કેટલું સફળ થાય છે તે તો 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ખબર પડશે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?