Loksabha Electionને લઈ BJPએ આ આઠ નેતાઓને સોંપી જવાબદારી, જાણો કયા નેતાને ક્યાંની જવાબદારી સોંપાઈ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-03 11:48:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં જીત હાંસલ થાય તે માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમિત ઠાકર, બાબુભાઈ જેબલીયા સહિતના નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે. લોકસભામાં ગુજરાતની તમામ તમામે બેઠકો પર ભાજપનો કબજો થાય તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

Bharatiya Janata Party (BJP) | History, Ideology, & Beliefs | Britannica

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં 

સી.આર.પાટીલે અનેક વખત પોતાના નિવેદનોમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપને લોકસભામાં સારા લીડથી જીત મળે તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. થોડા મહિનાઓ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. અલગ અલગ જિલ્લાઓની જવાબદારી પાર્ટીના દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે. 

Image

કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી? 

પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી અમિત ઠાકરને સોંપવામાં આવી છે. બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર તેમજ અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત નરહરીભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદની જવાબદારી સોંપાઈ છે. સુરત, નવસારી,બારડોલી તેમજ વલસાડની જવાબદારી જ્યોતિબેન પંડ્યાને સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.               



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?