પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની જીત તેલંગાણામાં થઈ છે. મુખ્યમંત્રીની પસંદગી ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગે છે કારણ કે બીજેપીએ ત્રણેય રાજ્યો માટે સુપરવાઈઝરની જાહેરાત કરી છે. રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.
દિલ્હી ખાતે મુખ્યમંત્રીને લઈ ચાલી રહ્યું છે મનોમંથન!
ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. મુખ્યમંત્રીના ચહેરા વગર ત્રણેય રાજ્યોમાં ચૂંટણી લડવામાં આવી, ત્રણેય રાજ્યોમાં બીજેપીએ બાજી મારી. મુખ્યમંત્રી તરીકે કોની પંસદગી કરવામાં આવે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે. કોને સત્તાની કમાન બીજેપી સોંપશે તે માટે છેલ્લા અનેક દિવસોથી વિચારણા ચાલી રહી છે. દિલ્હી ખાતે આને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યા છે. તેલંગાણામાં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશની કમાન કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ત્રણેય રાજ્યો માટે ભાજપે નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે.
નિરીક્ષક તરીકેની આમને સોંપાઈ જવાબદારી
રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે. જો ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના દાવેદારોની વાત કરીએ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, ઓમ બિરલા, ગજેન્દ્ર શેખાવત. દિયા કુમારી જેવા નામોને લઈ ચર્ચા ચાલી રહી છે. તો છત્તીસગઢમાં રેણુકા સિંહ, અરૂણ સાવના જેવા નામોની ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીને લઈ શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ જેવા નામો ચર્ચા છે. ત્યારે જોવું એ રહ્યું કે જે નામો ચર્ચા હમણા ચાલી રહી છે તેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવાય છે કે કોઈ નવા ચહેરાને લાવવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે.