ગુજરાતની 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અનેક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અનેક નવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ભાજપે ઉતાર્યા છે. ગુજરાતની બે બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ હતા માત્ર ઔપરાચિક રીતે જાહેરાત કરવાની જાહેરાત બાકી હતી. ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે. નવસારીથી સી.આર.પાટીલને ટિકીટ આપવામાં આવી છે. જામનગરથી પૂનમબેન માડમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ભરૂચથી સતત આઠમી વખત મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.














