ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કરી લીધો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ટિકિટ આપી સંતુષ્ટ પણ કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ નેતાઓ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કટાક્ષમાં લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ.
ભાજપ અને પક્ષપલટા કરનાર નેતા પર કોંગ્રેસનો કટાક્ષ
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારથી નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં અનેક વર્ષો સુધી કામ કર્યું હોય તે નેતાને પાર્ટી બદલ્યા બાદ પોતાનો પક્ષ ખરાબ લાગવા લાગે છે. ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન ચાલતી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ગયેલા અનેક નેતાઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ વાતને લઈ કોંગ્રેસે પક્ષપલટો કરનાર નેતાઓ પર અને ભાજપ પર કટાક્ષ કર્યો છે.
ભાજપમાં જોડાયા લોકો જનતાનું શું ભલું કરવાના - કોંગ્રેસ
ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે જે પક્ષ એમના જ પક્ષના લોકોનો ના થયોએ પક્ષપલટુંઓનો શું થવાનો? અને જે લોકો જનતાને દગો આપીને ભાજપમાં જોડાયા એવા લોકો જનતાનું શું ભલું કરવાના? માટે જ આ વખતે ભાજપને હરાવી તમામ પક્ષપલટું નેતાઓ અને ભાજપના ખરીદ વેચાણ સંઘને બંધ કરાવીએ, આવો કોંગ્રેસની સરકાર બનાવીએ. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અનેક પક્ષપલટું નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.
પક્ષપલટો કરનારને ભાજપે આપી છે ટિકિટ
ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાંથી 13 પક્ષપલટો કરનારને ઉમેદવાર ઘોષિત કર્યા છે.જેમાં હાર્દિક પટેલ, કુવરજી બાવળીયા, રાઘવજી પટેલ, હર્ષદ રિબડીયા, ભગા બારડ, પૂર્ણેશ મોદી સહિત અનેક પક્ષપલટું કરનાર નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે આ વાતને ભાજપ પર કટાક્ષ કરતા મતદારોને જાગૃત કરવાની કોશિષ કરી છે.