રાજ્યની ભાજપ સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજથી આરંભ, CM, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 લોકો ભાગ લેશે


  • Published By :
  • Published Date : 2023-05-19 12:57:41

આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય સરકારે કમર કસી લીધી છે. આજથી સરકારની ત્રણ દિવસની દિવસીય ચિંતન શિબિરનો આરંભ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારના સાંનિધ્યમાં થયો છે. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગાંધીનગરથી મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે બસમાં રવાના થયા છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ સહિત 230 સભ્યો ચિંતન શિબિરમાં ભાગ લેશે.


આજે હસમુખ અઢિયાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય 


કેવડિયા કોલોની ખાતે આજથી શરૂ થયેલી શિબિરનો પ્રારંભ સાંજે 4 વાગ્યાથી થશે. શિબિરની શરૂઆત મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી થશે. આ સાથે જ નાણાંમંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન. જ્યારે સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપશે. સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ થી આવેલા પરિવર્તન અને પડકાર પર ચર્ચા થશે. રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


20 મેના રોજ વહીવટી સુધારા પર ચિંતન


20 મે એ સવારે 6 વાગે યોગથી બીજા દિવસની શરૂઆત થશે. મંત્રીઓ તથા અધિકારિઓ બોટીંગ રિવરફ્ટિંગ, જંગલ સફારી તથા સાયક્લીગ કરશે. ત્યારે 10 વાગે વિકાસના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા સંબોધન કરશે. આ ઉપરાંત સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં આરોગ્ય પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણ, ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્ષમતા નિર્માણ તથા શિક્ષણમાં ગુણાત્મક સુધારો પર ચર્ચા થશે. સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે. સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. રાત્રે 8:15 કલાકે નર્મદા આરતી માં ભાગ લેશે


21 મેના દિવસે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન


21 મે એ સવારે 6 વાગે યોગથી ચિંતન શિબિરના ત્રીજા દિવસની શરૂઆત થશે. ત્યારે બાદ 10 થી 12:30 સુધી 5 મુદ્દાઓ ની ચર્ચા બાદની ભલામણ પર પ્રેઝન્ટેશન થશે. બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકાર્પણ થશે. બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન અને 2 વાગે શિબિર પૂર્ણ થશે.


નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી ચિંતન શિબિરની પરંપરા


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપમાં  ચિંતન શિબિરનો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 7 ચિંતન શિબિર યોજાઈ હતી. જ્યારે આનંદીબેન પટેલના કાર્યકાળમાં અને વિજય રૂપાણી ના કાર્યકાળમાં 1-1 ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની આ પહેલી ચિંતન શિબિર છે. જે 5 વર્ષ બાદ યોજાઈ રહી છે. સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુ સાથે આ શિબિરનું આયોજન થતું હોય છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.