BJP: Gujarat રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે.પી.નડ્ડા સહિત ચારેય ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, કહ્યું ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-15 14:02:24

ભાજપ દ્વારા ગઈકાલે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા તેમજ જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપના ચારેય રાજ્યસભાના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિજય મુહુર્તમાં ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.  ગુજરાતના ચાર રાજ્યસભા સાંસદનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. પરશોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાના પત્તા રાજ્યસભા માટે કપાયા છે. ભાજપની આવી જાહેરાત બાદ એવું લાગી રહ્યું છે કે પરશોત્તમ રૂપાલાને તેમજ મનસુખ માંડવિયાને લોકસભા ચૂંટણી માટે ઉતારવામાં આવે. 27 ફેબ્રુઆરીએ રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે.       

સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીએ કર્યું જે.પી.નડ્ડાનું સ્વાગત 

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવા આજે તે ગુજરાત આવ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. તે ઉપરાંત મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. રેલી સ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી નોંધાવવા ગયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ એકમાત્ર શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ પણ વર્ષ 2026માં પૂર્ણ થવાનો છે.


જે.પી.નડ્ડાએ માન્યો પીએમ મોદીનો આભાર

 જે.પી.નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું કે ગુજરાત સાથે જોડાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતથી રાજ્યસભામાં જવું તે સૌભાગ્યની વાત છે. મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. મહત્વનું છે કે એવું માનવામાં આવતું હતું કે રાજ્યસભા માટે એવા નામોની જાહેરાત કરવામાં આવશે જેની કલ્પના પણ નહીં કરી હોય.    


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?