સંસદમાં હાલ શિયાળું સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક વખત હંગામો થતો હોય છે જેને કારણે કાર્યવાહીને સ્થગિત કરવી પડતી હોય છે. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ હંગામો થઈ રહ્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીને લઈ સંસદમાં હંગામો થયો છે. મલ્લિકાર્જૂન ખડગેની ટીકા કરતા ભાજપે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે.
ખડગે પોતાના નિવેદન પર અડગ
રાજસ્તાનના અલવરમાં રવિવારે ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાઈ અને દેશની એકતાને માટે થઈને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાના જાનની કૂરબાની આપી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની જાન આપી છે તમે લોકોએ શુ કર્યું. તમારા ઘરમાંથી દેશ માટે થઈને કોઈ કૂતરો પણ નથી મર્યો.
मल्लिकार्जुन खड़गे जी ने अपने भाषण में जिस अभद्रता से असत्य को देश के सामने रखने का प्रयास किया, मैं उसकी घोर निंदा करता हूं। उन्हें अपनी इस ईर्ष्या व भाषा के लिए देश से, देश की जनता से और भाजपा से माफी मांगनी चाहिए।
— BJP (@BJP4India) December 20, 2022
- श्री @PiyushGoyal, राज्यसभा में सदन के नेता pic.twitter.com/bH00si5AgP
ખડગે પોતાના નિવેદનને લઈ માફી માગે - પિયુષ ગોયલ
આ વિવાદિત નિવેદનને લઈ સંસદમાં હોબાળો થયો હતો. પીયૂષ ગોયલે મલ્લિકાર્જૂન ખડગે માફી માગે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખડગે દેશની માફી માગે અને તેમણે દેશ સમક્ષ ખોટૂ રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. નિરાધાર વાતો કરી દેશ સમક્ષ ખોટી વાત રજૂ કરી છે.