"મફતમાં નહીં, 500 રૂપિયા, દારૂ-ચવાણું લઈને મતો આપ્યા" ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-20 14:12:30

રાજ્યમાં ચૂંટણી વખતે ઉમેદવારો તેમના મત વિસ્તારના મતદારોને રોકડ રૂપિયાની સાથે ચા-નાસ્તો અને દારૂની આપીને તેમની તરફેણમાં મતદાન કરવા માટે આકર્ષતા હોય છે. આ બાબતે ઘણીવાર ઉમેદવારો અને મતદારો વચ્ચે તકરાર પણ થતી હોય છે. હાલમાં ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં કોર્પોરેટર મતદારને ધમકાવતા કહે છે તમે મફતમાં મત આપ્યો નથી રૂપિયા લીધા છે.


કોર્પોરેટર ભરત ગોહિલની ઓડિયો ક્લિપ વાયરલ


ગાંધીનગરના ભાજપના કોર્પોરેટર ભરત ગોહિલની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે.


કોર્પોરેટર ઓડિયોમાં શું બોલ્યા?


વણજારા સમાજના આગેવાન બાબુલાલે કોઈ કામ માટે ગાંધીનગરના ભાજપના કોર્પોરેટર ભરત ગોહિલને કરેલા ફોનનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તારા સમાજે 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઇને મત આપ્યાનો કોર્પોરેટરનો જવાબ  સાંભળવા મળે છે. ઓડિયો ક્લિપમાંના સંવાદ પર નજર કરીએ તો “બોલો બાબુલાલ.....તમે કોર્પોરેટર બન્યા પણ કામના નહીં....તમને શા માટે ચૂંટી લાવ્યા....કોણ અમારા વણજારા સમાજે નથી ચૂંટ્યા તમને......કોણે ચૂ્ટ્યાં... વણજારા સમાજને 500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા છે”


કોર્પોરેટર ક્લિપને ફેક ગણાવી


કોર્પોરેટર ભરત ગોહિલે જોકે આ વાયરલ ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે અને પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, મારે બાબુલાલ સાથે કોઇ ટેલિફોનિક વાતચીત જ નથી થઇ. અમારી બંને વચ્ચે જે પણ વાતચીત થઇ તે માત્ર રૂબરૂમાં જ થઇ છે,. કોર્પોરેટ ભરત ગોહેલે કહ્યું કે આ માત્ર રાજકિય કિન્નાખોરી રાખીને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભરત ગોહિલે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ઓડિયોમાં મારો અવાજ પણ નથી. જો કે આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતી નથી પરંતુ હાલ આ વાયરલ વીડિયો  અનેક સવાલ ચોક્કસ ઉભા કરે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?