હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉરના ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસે પ્રચાર માટે પોસ્ટર લગાવ્યા હતા જેમાં ભાજપ પર નિશાનો સાધવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, શપથનું સપનું તૂટશે. કારણ કે કોંગ્રેસ આવી રહી છે. હિમાચલ પ્રદેશની સુંદર બિલ્ડિંગ પર કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યું છે. જો કે ભાજપે તંજ કસતા બાજુમાં પોસ્ટર મૂકી દીધું હતું. કોંગ્રેસના પોસ્ટરનો જવાબ આપતા ભાજપે પોસ્ટર વૉર શરૂ કરી છે.
ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉર
હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, "ફરી વિપક્ષમાં". એટલે કે હાલ ભાજપની હિમાચલ પ્રદેશમાં સરકાર છે અને વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે પોસ્ટર લગાવ્યું હતું કે આવી રહી છે કોંગ્રેસ તો ભાજપે લખી દીધું વિપક્ષમાં. જો કે આ પોસ્ટર વૉર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલમાં ફક્ત એક તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.