કોંગ્રેસ યુક્ત ભાજપ: ગુજરાતમાં ભાજપ સત્તા કાજે ક્યાં સુધી 'કોંગ્રેસ' પર નિર્ભર રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:11:50

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના રાજ્યમાં આટાફેરા વધી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ જોવા મળતો હતો. જો કે આ વખતે રાજકીય સમીકરણો બદલી ગયા છે. ભાજપ માટે ચૂંટણી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બન્યું છે.  અત્યાર સુધી ભાજપ વિધાનસભામાં તેની બહુમતી ટકાવી રાખવા માટે સામ, દામ, દંડ, ભંદની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડતી રહી છે. હર્ષદ રિબડીયા તેનું તાજુ ઉદાહરણ છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ક્યા સુધી કોંગ્રેસના આયાતી ધારાસભ્યો પર આધાર રાખશે. ભાજપમાં સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારથી આંતરિક કલહ વધી ગયો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના પ્રધાનો ચૂંટણી પ્રચારથી સંપુર્ણપણે અળગા થઈ ગયા છે. રૂપાણી પણ કોઈ સભા કે પ્રચાર રેલીમાં જોવા મળતા નથી. આમ સમગ્ર દ્રષ્ટીએ જોતા આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.


રૂપાણી કેબિનેટના મંત્રીઓનું ઉદાસીન વલણ


ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ કેબિનેટ મંત્રીઓને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. હવે રસપ્રદ બાબત એ છે કે રૂપાણી કેબિનેટના ઘણા મંત્રીઓના પત્તા કપાઈ શકે તેમ છે. આ ચૂંટણીમાં ભાજપ નો રિપિટ થિયરીના નામે કોઈ પૂર્વ મંત્રીઓને ટિકિટ આપશે નહીં અને  આ બાબતથી વાકેફ કોઈ પૂર્વમંત્રી આ વખતની ચૂંટણીમાં અંગત રસ લઈ રહ્યો નથી.  નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કૌશિક પટેલ સહિતના ટોચના સ્થાનિક નેતાઓમાં ચૂંટણી પ્રચારને લઈ ઉદાસીન વલણ, સ્પષ્ટ જોવા મળી શકે છે.


કોંગ્રેસના ધારાસભ્યો ભાજપનો આધાર


રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી શાસનમાં ભલે હોય પણ તેનો વોટ શેર સતત ઘટી રહ્યો છે, ગઈ કાલે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા છે. વર્તમાન ભાજપ ખરેખર તો કોંગ્રેસયુક્ત ભાજપ છે. કારણ કે હાલના મોટાભાગના મંત્રીઓ અને ધારાસભ્યોનું મુળ ગોત્ર તો કોંગ્રેસી છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ક્યાં સુધી આયાતી ઉમેદવારો પર આધારીત રહેશે. ભાજપના આ વલણથી સ્થાનિક કાર્યકરમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે.  


આમ આદમી પાર્ટી કોના મત તોડશે?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય લડાઈ છે. હવે જોવાનું એ છે કે આપ ના પ્રવેશથી રાજ્યમાં કઈ પાર્ટીને નુકસાન થશે. કોંગ્રેસ અને ભાજપ કમિટેડ વોટ બેંક ધરાવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગ ભાજપની કોર વોંટ બેંક છે. તો કોંગ્રેસના વફાદાર મતદારો મુસ્લિમો, આદીવાસીઓ અને દલિતો છે. હવે આમ આદમી પાર્ટી કઈ પાર્ટીના મતદારો તોડશે તે જોવાની છે. રાજકીય પંડિતોના મતે આમ આદમી પાર્ટીએ જે રીતે મધ્યમ વર્ગને આકર્ષવા આકર્ષક ગરન્ટી યોજનાની જાહેરાત કરી છે તે જોતા શહેરો અને ગામડાનો મધ્યમ વર્ગ આપ  તરફ ખેંચાયો છે. આપ જો ભાજપના મતદારો તોડશે તો આ ચૂંટણીમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ છે. કોંગ્રેસને એટલું નુકસાન થતું જોવા મળતું નથી કારણ કે તેના મતદારો દરેક પરિસ્થિતીમાં પાર્ટીને વફાદાર રહ્યા છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?