ગુજરાતમાં રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર, 20મીએ રાજ્યસભામાં થશે શપથવિધિ


  • Published By :
  • Published Date : 2023-07-17 14:04:04

રાજ્યસભાની ચૂંટણી માટે  ભાજપના ત્રણેય ઉમેદવારો અંતે બિનહરીફ જાહેર થયા છે. ભાજપે વર્તમાન વિદેશમંત્રી ડો. એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ, અને કેસરીદેવ સિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે તેમની સામે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોઈ પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. આ જ કારણે ભાજપના ત્રણેય ઉમેદવારોની બિનહરિફ જીત પાક્કી મનાતી હતી. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ હોવાથી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે કોઈ જ અન્ય ઉમેદવાર ના હોવાથી, વિદેશ પ્રધાન એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા, આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જો કે, આ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે.


ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા


ગુજરાતમાંથી રાજયસભાની ત્રણેય બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ વિજેતા જાહેર થતા પાર્ટીમાં આનંદનો માહોલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપની 156 સીટો છે, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપના ઉમેદવારોની જીત નક્કી હતી. આ કારણે વિપક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીઓ એક પણ ઉમેદવાર મેદાને ઉતાર્યો નહોતો. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ ગુજરાતમાંથી ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા સામે કોઈ જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ના હોવાથી, ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.


રાજ્ય સભાના ચોમાસુ સત્રમાં શપથવિધિ  


ગુજરાતમાંથી બિનહરીફ વિજેતા થયેલ ત્રણેય ઉમેદવારો, સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ તરીકેની શપથ લેશે. ગુજરાતમાંથી રાજ્યસભાના જે ત્રણ સભ્યોની બેઠક ખાલી પડી છે તે એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની સાંસદ તરીકેની ટર્મ 18 ઓગસ્ટ સુધી છે. તેથી તેમના સ્થાને ચૂંટાયેલા એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ચોમાસુસત્રમાં નવા ચૂંટાયેલા સાંસદ તરીકેના શપથ લેશે.


ત્રણ ડમી ઉમેદવારો પણ મેદાને હતા


કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની 10 બેઠક માટે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે 17મી જુલાઈના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે, એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલ, રધુ હૂંબલ તથા પ્રેરક શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જો કે, રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ માન્ય રહેવાની સાથે જ, તે જ પક્ષના ડમી ઉમેદવારોના ઉમેદવારીપત્ર અમાન્ય ઠરતા હોય છે. 


આ છે રાજ્યસભા ચૂંટણીનું પુરૂ શિડ્યુલ


ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...