ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જામનગરની સીટ ચર્ચામાં આવી છે આ
સીટ પર ભાજપે ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાએ ઉમેદવારી ફોર્મ
ભરી ચુંટણીપંચ સામે રિવાબાએ મિલકત જાહેર કરી હતી. ચુંટણીપંચ સમક્ષ કરેલ સોગંદનામાં
મુજબ રિવાબાના નામે 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે. આ સાથે રીવાબા જાડેજાના પતિ
રવિન્દ્ર જાડેજાના નામે 18.56
કરોડની મિલકત જાહેર કરી છે.
ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબાએ તેમના પતિ અને આગેવાનો સાથે ઉમેદવારી
પત્ર ભર્યું હતું. જેમાં નિયમો મુજબ ઉમેદવારી ફોર્મ ભરનારને મિલકતને લઈને સોગંદનામું
આપવાનું હોય છે. જેમાં 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે.
રવીન્દ્રસિહ કરી રહ્યા છે પ્રચાર
ફોર્મ ભરતા પહેલાં પણ પત્ની રીવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબા માટે મત
માંગ્યાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર બેઠકના મતદારોને અપીલ કરી કે
રીવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે.