લોકસભા ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે.. એક્ઝિટ પોલ મુજબ ભારતમાં ફરી એક વખત એનડીએની સરકાર બની રહી હતી. એનડીએને સારા વોટ મળવાના હતા પરંતુ હમણા જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ભાજપ માટે બહુમતીનો આંકડો પાર કરવો પણ મુશ્કેલ બન્યો છે. ગુજરાતના પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે... 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક સૌથી ચર્ચામાં રહી..
પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજે કર્યો હતો વિરોધ
ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક ખુબ ચર્ચામાં રહી.. એવું કહીએ કે આ બેઠકની આગળ પાછળ જ ચૂંટણી ચાલી તો પણ અતિશયોક્તિ નથી..ક્ષત્રિય સમાજને લઈ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ પણ ખૂબ થયો. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, પરંતુ પોતાની વાત પર ભાજપ મક્કમ દેખાયો. ઉમેદવાર ના બદલ્યા, વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ચૂંટણી લડી અને સારી લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત પણ હાંસલ કરી..
રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાની જીત
ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી હતી. પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલા બંને નેતા અમરેલીના હતા પરંતુ બંને નેતાઓને પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક પર ઉતાર્યા ઉમેદવાર તરીકે.. પરેશ ધાનાણીએ અનેક વખત કવિતા શેર કરી છે. કવિતા ટ્રેન્ડ થોડા સમય પહેલા જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજના વિરોધની અસર રાજકોટ લોકસભા બેઠકના પરિણામો પર દેખાઈ શકે છે પરંતુ તેની અસર ના દેખાઈ.. ખુબ સારા લીડથી પરષોત્તમ રૂપાલાએ જીત હાંસલ કરી.. પરષોત્તમ રૂપાલા જીત્યા તે બાદ પરેશ ધાનાણી તેમને મળ્યા હતા. પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી હતી..