રાજકોટ બેઠક પર જાણે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગે છે... એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મને લઈ મક્કમ દેખાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ આવતી કાલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલાનો ફોટો છે.. પોસ્ટરમાં રહેલા પરષોત્તમ રૂપાલાના ફોટો પર કલર મારી દેવામાં આવ્યો છે અને પોસ્ટરને ખરાબ કરી દેવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે જે પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે મોરબીનો છે.
પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે માગ પર ક્ષત્રિય સમાજ અડગ
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી જ એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેદવારના વિરોધમાં અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગ્યા. પહેલા આ વિરોધ પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત દેખાતો હતો પરંતુ ધીરે ધીરે આ વિરોધ ભાજપ સામે થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે એક ફોટો મોરબીથી સામે આવ્યો છે જેમાં પરષોત્તમ રૂપાલાના ફોટાને બગાડવામાં આવ્યો છે..
ફોટો થઈ રહ્યો છે વાયરલ જેમાં....
ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નેતાઓના કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને પ્રવેશ ના કરવો તેવી વાતો પોસ્ટરો પર લખવામાં આવી હતી... આ બધા વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા છે.. વાયરલ થયેલા ફોટોમાં પરષોત્તમ રૂપાલાના ચહેરા પર કલર મારવામાં આવ્યો છે...! મહત્વનું છે કે અનેક પોસ્ટરો સામે આવ્યા છે જેમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો છે..,...