Amreliમાં BJP ઉમેદવાર Bharat Sutariyaએ વિરોધીઓને જવાબ આપ્યો! નિશાન સાધતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-01 16:24:47

ભાજપ અત્યારે એક વિવાદમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે તો બીજો નવો વિવાદ એમની સામે ઊભો હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એક તરફ રાજકોટમાં ઉમેદવાર બદલવાના ડખા ચાલે છે તો બીજી તરફ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોથી નેતાઓ અને આગેવાનો નારાજ છે. અમરેલીમાં તો બે જુથ આમને સામને આવી ગયા હતા. પણ ભરત સુતરીયાએ પડકાર કર્યો કે “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે” 

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ 

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે.. એક બેઠક પર ભડકેલો વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો જ એક વિવાદ શરૂ થઈ જાય છે... અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો અને હવે અમરેલીના ઉમેદવારે એક નિવેદન આપ્યું છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ રાજુલા ખાતે અભિવાદન સમારોહમાં પડકાર ફેક્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા સવાલો સામે ભરત સુતરિયાએ જવાબ આપ્યો. 



અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ આપ્યું નિવેદન.... 

નિવેદન આપતા તેમણે કહ્યું કહ્યું કે કાદવ ઉછાળવો હોય તેટલો ઉછાળે કમળ ખીલવાનું. જેને જેટલું સોશિયલ મીડિયા પર હાંકવું હોય એ હાંકે કમળ ખીલવાનું છે. મહત્વનું છે કે ગઈકાલે જ સમાચાર આવ્યા કે અમરેલીમાં ઉમેદવારને લઈને બે જુથ આમને સામને આવી ગયા હતા. આ નિવેદન આપ્યું એની પહેલા અમરેલીમાં પોસ્ટરવોર શરૂ થયું હતું. અમરેલીના ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટરો અનેક જગ્યાઓ પર લાગ્યા હતા. પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ" હવે આ વિરોધના વંટોળથી ભાજપને લોકસભામાં મોટું નુકશાન થાય છે કે પછી હાઇકમાંડ ડેમેજ કંટ્રોલ કરી લે છે તે જોવાનું રહ્યું...




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.