ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે ભાજપે પણ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. ટૂંક સમયમાં બાકી રહેલા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.
આ બેઠકો માટે જાહેર નથી કરાયા ઉમેદવાર
મહામંથન કર્યા બાદ ભાજપે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. 182માંથી ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે હજી 22 સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. 160 બેઠક માટે અનેક મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે અનેક ઉમેદવારોની ટિકિટ કપાઈ છે જ્યારે અનેક ઉમેદવારોને રિપિટ કરાયા છે. જે 22 સીટ માટે ઉમેદવારોના નામોની જાહેરાત થવાની બાકી છે તેની પર સૌની નજર છે.
રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ માટે ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. ઉપરાંત કલોલ, વટવા, ધોરાજી, જામકંડોરણા, કુતિયાણા, ભાવનગર પૂર્વે, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની બાકી છે. આમાંથી ઘણી બેઠકો એવી છે જ્યાંથી કોંગ્રેસને અલવિદા કહેનાર નેતાઓ છે.