BJP ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની બીજી યાદી, Junagadhના સાંસદને કરાશે રિપીટ કે કરાશે રિપ્લેસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 15:35:12

ભાજપ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોને લઈ બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે અને થોડા સમયની અંદર બીજી યાદી પણ જાહેર કરવામાં આવી શકે છે. આ યાદીમાં ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવી શકે છે. ભાજપ દ્વારા તેમના નામની જાહેરાત થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. 

Rajesh Chudasama

ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ સાથે જોડાયું હતું સાંસદનું નામ!

એવું માનવામાં આવતું હતું કે જૂનાગઢના સાંસદને ભાજપ રિપીટ નહીં કરે કારણ કે તેમનું નામ એક કેસ સાથે જોડાઈ ગયું હતું. વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા તબીબ ડો. અતુલ ચગે હોસ્પિટલની ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે 11 વાગ્યે નિયમિત ડોક્ટર નીચે આવતા હતા, પરંતુ 12 ફેબ્રુઆરીના સવારના ટાઈમે નીચે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ડો. ચગે જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી હતી... ડોકટર ચગે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી...  જેમાં તેમના મોત માટે રાજેસ ચુડાસમા અને તેમના પિતા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.... 


રાજેશ ચૂડાસામાનું નામ ઉમેદવાર તરીકે ફાઈનલ!

આ વાત એટલા માટે યાદ આવી કેમ કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી ભાજપ અને કોંગ્રેસ મુરતિયાઓની શોધમાં છે અને બંનેએ અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. અને અમુક બેઠકો પર જાહેર કરવાના બાકી છે... આ પ્રકરણ ફરી તાજુ એટલા માટે થયું કેમ કે ચર્ચા રાજેશ ચૂડાસમાની ફરી શરુ થઈ છે... લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં ભાજપ તરફથી ખાસ રાજેશ ચૂડાસામાના નામની ટિકિટ કન્ફર્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે.... 



કોળિ સમાજના આગેવાન છે રાજેશ ચૂડસમા

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ભલે ગરમી વધી હોય પરંતુ જૂનાગઢ બેઠકનો વિવાદ પૂરો થતાં ભાજપ માટે અહીં ઠંડક પ્રસરી હોય તેવો માહોલ છે. અહીં હવે રાજેશ ચુડાસમા લોકસભા માટે રિપિટ કરાય તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.  જૂનાગઢના અઘરા કોયડા ઉકલાઈ ગયા છે... હવે રાજેશ ચૂડાસમાને ટિકિટ મળે તે માર્ગ મોકળો થઈ ગયો છે... જુનાગઢ લોકસભા સીટ માટે રાજેશ ચુડાસમા એક મજબૂત દાવેદાર છે. રાજેશ ચુડાસમા કોળી સમાજના આગેવાન છે. પરંતુ ડો.અતુલ ચગના આપઘાત કેસ બાદ તેઓ સામે આક્ષેપો થયા હતા. જેના પગલે ફરિયાદ પણ નોંધાઇ હતી.


વિવિધ આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થયું!

આ વિવાદ તેઓને લોકસભાની ચૂંટણી માટે અસર કરી શકે તેમ હતો જો કે હવે ચગ પરિવાર સાથે સમાધાન થઇ જતા તેઓનો લોકસભાની ચૂંટણીનો માર્ગ ખુલ્લો થઇ શકે છે. ડો.અતુલ ચગ પરિવારના નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થઇ ગયું છે. હવે બંન્ને પક્ષના વકીલોની સલાહ પ્રમાણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ વિવાદ પૂર્ણ થશે....હાલમાં બંન્ને પક્ષો અને વડીલોની મધ્યસ્થીથી આ વિવાદ પૂર્ણ થયો છે..... 



જૂનાગઢ લોકસભા બેઠકમાં પ્રભુત્વ કોનું છે?

આપને જણાવી દઈએ કે અગાઉ અહીં લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ હતું, પરંતુ નવા સિમાંકન બાદ કોળી સમાજ સૌથી અગ્રેસર છે....જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો આવે છે....અને બંન્ને જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. સૌરાષ્ટ્રમાં કુલ ત્રણ લોકસભા બેઠક સુરેન્દ્રનગર,ભાવનગર અને જુનાગઢ બેઠક આ ત્રણેય કોળી સમાજના ફાળે જાય છે. રાજેસ ચુડાસમા કોળી સમાજનો મજબૂત ચહેરો હોવાને કારણે તેના નામની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે..... જૂનાગઢ લોકસભા બેઠક વર્ષ ૧૯૯૧થી ભાજપનો ગઢ બની થઈ છે..... જો કે ર૦૦૪માં કોંગ્રેસ જીતવામાં સફળ રહ્યું હતું. વળી, આ વખતે પણ ભાજપ સામે કોળી, કારડીયા અને આહીર સમાજમાં રોષ ફેલાયો છે, જે ઉમેદવારને ભારે પડી શકે તેમ છે..... જોવાનું રહેશે આ વિવાદ પૂર્ણ થયા બાદ ટિકીટ મળે છે કે પછી આ વિવાદ તેને અસર કરે છે તે જોવાનું રહેશે.... 


કઈ કઈ વિધાનસભા બેઠકોનો થાય છે સમાવેશ? 

હવે વાત કરીએ લોકસભા મતક્ષેત્ર અંગે તો જૂનાગઢ જિલ્લાની ત્રણ તો ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક તો નવ-રચિત ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં થાય છે..... જેમાંથી ગીર-સોમનાથની કોડીનાર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. 


છેલ્લા બે ટર્મથી રાજેશ ચૂડાસમાને મળી રહી છે જીત

જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી મતદારોનો દબદબો રહ્યો છે, જેના કારણે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ છેલ્લી બંને ચૂંટણીમાં સરેરાશ 1.35 લાખ મતોની સરસાઈથી જીત મેળવી છે..... જૂનાગઢ લોકસભા બેઠક પરની માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો મોટી સંખ્યામાં છે. બેઠકના રાજકીય ઈતિહાસને તપાસીએ તો અહીંથી કારડીયા રાજપુત, આહીર અને પાટીદાર સમાજના ઉમેદવારોને પણ સાંસદ બનવાની તક મળી છે.... હવે ભઈ આ તો રાજનીતિ છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા કંઈક નવું કરવામાં માહીર છે... તો જૂનાગઢ બેઠક પર કેવા સમીકરણો રચાશે તે જોવુ ખુબ રસપ્રદ રહેશે..




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?