ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પોતાની પ્રથમ યાદીમાં 160 ઉમેદવોરાના નામ જાહેર કરાયા છે. ભાજપે આ વખતે નો રિપીટ થિયરી પર વધારે ફોક્સ કર્યું છે. જેને કારણે મેગાસીટી માટે ભાજપે આ થિયરી અપનાવી છે. જેને કારણે અનેક દિગ્ગજ નેતાઓના નામ કપાયા છે. જ્યારે અમદાવાદ માટે ભાજપે માત્ર 3 ઉમેદવારોને જ રિપીટ કર્યા છે. ભાજપે ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કર્યા છે, અમરાઈવાડીથી હસમુખ પટેલ તેમજ દસ્કોઈથી બાબુ જમના પટેલને રિપિટ કરાયા છે.
આ ત્રણ ઉમેદવારને કરાયા રિપિટ
પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા ભાજપે ઉમેદવારો માટે ઘણી બેઠકો કરી હતી. બુધવારે મળેલી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવા આવી હતી જે બાદ આજે ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે અમુક ઉમેદવારોને જ રિપિટ કર્યા છે અને નવા ઉમેદવારોને તક આપી છે. અમદાવાદમાં મુખ્યમંત્રી, અમરાઈવાડીથી હસમુખ પટેલ, ઉપરાંત બાબુ જમના પટેલને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે.
આ વખતે કોને કોને અપાઈ છે ટિકિટ
2017થી ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. એલિસબ્રિજ પરથી 2017માં રાકેશ શાહને ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. કૌશિક પટેલને નારણપુરાથી 2017માં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આ વખતે જીતેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. નિકોલથી 2017માં જગદીશ પંચાલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે આ વખતે જગદીશ વિશ્વકર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
2017માં બલરામ થાવાણીને નરોડાથી ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે ડોં. પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે. બાપુનગરથી આ વખતે દિનેશ કુશવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં જગરૂપસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. અમરાઈવાડીથી હસમુખ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. મણીનગરથી આ વખતે અમૂલ ભટ્ટને સુરેશ પટેલની જગ્યાએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
નરેશ વ્યાસને આ વખતે દાણી લીમડાથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં ગિરિશ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. સાબરમતીથી ડોં. હર્ષદ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અસારવાથી દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં આ સીટ પ્રદિપ પરમારની હતી. ઠક્કરબાપા નગરમાં આ વખતે કંચન રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે 2017માં આ સીટ પર વલ્લભ કાકડીયાને ઉતારવામાં આવ્યા હતા, અમિત ઠાકોરને આ વખતે વેજલપુરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.