ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સ્ટેજ પર નેતાઓના ભાષણો આક્રામક બની રહ્યા છે. હવે ટ્વીટર પર પણ ભાજપ અને આમ આદમી પાર્ટીના આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી.
ટ્વીટર પર યજ્ઞેશ દવેએ શું ટ્વીટ કરી?
યજ્ઞેશ દવેએ બુધવારે વહેલી સવારે ટ્વીટ કરી હતી કે આરટીઆઈમાં માહિતી સામે આવી છે કે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના કેજરીવાલે હજુ સુધી દિલ્લીમાં લાગુ નથી કરી. આ યોજના અંદર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં મળે છે. ગુજરાતમાં મફત સારવારની વાત કરનાર કેજરીવાલે દિલ્લીમાં આ યોજના શરૂ જ નથી કરી.
આ ટ્વીટનો રિપ્લાય આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે જવાબ આપ્યો હતો.
ડૉક્ટર કરણ બારોટે શું જવાબ આપ્યો?
કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનામાં ઘણી બધી સેવા નથી આપવામાં આવતી. દિલ્લીમાં કોઈ પણ દર્દીને સારવાર માટે 5 લાખ રૂપિયાની જરૂર પડે તો પણ ફ્રીમાં સારવાર મળે છે અને 1 કરોડની જરૂર પડે તો પણ ફ્રીમાં સારવાર મળે છે.
કરણ બારોટે યજ્ઞેશ દવેને આપી સહાલ
ડૉક્ટર યજ્ઞેશ દવેને જવાબ આપતા કરણ બારોટે સલાહ આપી હતી કે એક એવી પણ આરટીઆઈ કરાવો જેમાં સરખામણી થઈ શકે કે દિલ્લી સરકારની કેટલી સારવાર ફ્રી છે અને આયુષ્યમાન ભારતમાં કેટલી પ્રકારની સારવાર ફ્રી છે તેની પણ આરટીઆઈ તમારે કરાવવી જોઈએ.