ભાજપ અને આપ ધાર્મિક મુદ્દા પર આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 20:44:01

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ દિલ્લીના મુખ્યમંત્રીના ધાર્મિક પોસ્ટર અનેક શહેરોમાં લાગ્યા હતા કેજરીવાલનો વિવાદ ઉભો કરનાર ભાજપ સામે આમ આદમી પાર્ટીએ મોરચો ખોલ્યો છે. 


ઈસુદાન ગઢવી ભાજપના નેતા પર કર્યા પ્રહાર 

ઈસુદાન ગઢવીએ વીડિયો જાહેર કરીને ભાજપ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાએ મા સરસ્વતી-દુર્ગા-લક્ષ્મી પર ટિપ્પણી કરી. મને સમજાતું નથી તે શા માટે મા જગદંબાઓનું અપમાન કરે છે. કોઈ ફિલ્મો બનાવીને અપમાન કરે છે, તો કોઈ ટિપ્પણીઓ કરીને અપમાન કરે છે. અમેં માગણી કરીએ છીએ કે આવા નેતાને ભાજપ તાત્કાલીક સસ્પેન્ડ કરે. જેપી નડ્ડા આમ તો બધી બાબતોમાં કુદી પડે છે તો પોતાની પાર્ટીના નેતા પર કેમ ચૂપ છે. તમારા એક ભાજપના વ્યક્તિના નિવેદનથી લાખો લોકોની લાગણી દુભાઈ છે. એક તરફ માતાના મંદિરેથી યાત્રાઓ કાઢો છો ને બીજી તરફ આવા બેફામ નિવેદનો આપો છે આવી ઢોલકી કેમ વગાડો છો. 


ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા 

સમગ્ર બાબત પર ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે જ્યારે જમાવટે પ્રતિક્રિયા માગી ત્યારે યજ્ઞેશ દવેએ કંઈ પણ પ્રતિક્રિયા આપવાની મનાઈ કરી દીધી હતી. 


બંશીધર ભગત માતાજી વિશે શું બોલ્યા?

ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટમંત્રી અને કાલાઢૂંગીના ધારાસભ્ય બંશીધર ભગતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર હિંદુ દેવીઓ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.