ભારતના સોફ્ટ ડ્રિંક જાયન્ટ્સ થમ્સઅપ, ગોલ્ડસ્પોટ અને લિમ્કાને કોકા-કોલાને વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી, રમેશ ચૌહાણે બિસ્લેરી ઇન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને રૂ. 6000 થી 7000 કરોડની વચ્ચે વેચી છે. બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ 2 વર્ષ સુધી કામકાજ ચાલુ રાખશે. 82 વર્ષીય રમેશ ચૌહાણ, છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બિસ્લેરીને તેના વિસ્તરણના આગલા લેવલ પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી.
રમેશ ચૌહાણ હતા માલિક
રમેશ ચૌહાણે કહ્યું છે કે તેમની પુત્રી જયંતિને બિઝનેસમાં રસ નથી. બોટલ્ડ વોટર બિઝનેસમાં દિગ્ગજ કંપની બિસ્લેરીને ખરીદવા માટે રિલાયન્સ રિટેલ અને નેસ્લે જેવી કંપનીઓએ પણ વાતચીત શરૂ કરી હતી. ટાટા સાથે પણ બિસ્લેરીની વાતચીત લગભગ 2 વર્ષથી ચાલી રહી છે.
બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ
થોડા સમય પહેલા, રમેશ ચૌહાણે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝા સાથે મીટિંગ કર્યા બાદ બિસ્લેરી બ્રાન્ડ વેચવાનો નિર્ણય કર્યો હતો. બિસ્લેરી બ્રાન્ડ પર ટાટાનો મોટો દાવ ગ્રાહકો સુધી પહોંચવાના એક કદમ તરીકે જોવામાં આવે છે.