રાજકોટમાં જાહેર રસ્તા પર કરાઈ બર્થ-ડેની ઉજવણી, નબીરાઓએ કર્યું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-13 10:43:15

રાજ્યમાં અસામાજીક તત્ત્વો દિવસેને દિવસે બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બર્થ -ડે સેલિબ્રેશનના અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં રસ્તાની વચ્ચો વચ કેક કાપવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. શહેરના સ્વામિનારાયણ ચોકમાં રસ્તા વચ્ચે 5 કાર ઉભી રાખી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે પોલીસે નવ લોકો સામે ગુન્હો નોંઘ્યો છે જેમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે બાકી લોકોની શોધખોળ ચાલું છે.  

9 શખસે રસ્તાની વચ્ચે ગાડીઓ પાર્ક કરી ધમાલ મચાવી હતી.

રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખી બર્થડે કર્યો સેલિબ્રેટ

રસ્તા પર બર્થ-ડે સેલિબ્રેટ કરવાનો ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. એવા અનેક વીડિયો તેમજ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં રસ્તાની વચ્ચો વચ ગાડી પર કેક રાખી કાપવામાં આવતી હોય છે. આ ઘટનાને લઈ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થાય છે જેને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે આવી જ ઘટના રાજકોટ શહેરમાં બની છે. શહેરના સ્વામિનારાયણ ચોકમાં રસ્તા વચ્ચે પાંચ ગાડી ઉભી રાખીને બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો.    

ઘટનાને લઈ પોલીસનાં ધાડેધાડાં ઉતારાયાં હતાં.

વિશાલના અનેક વીડિયો થયા છે વાયરલ 

જાહેર રસ્તા પર કેક કાપવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી ગાડીને હટાવવાનું કહ્યું. જે બાદ મુખ્ય આરોપી વિશાલ અને તેના ભાઈ ઈશાને પોલીસ સાથે ઘર્ષણ કર્યું. વિશાલના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે જોતા લાગે છે કે વિશાલને પોલીસનો ડર જ નથી. વાયરલ થયેલા વીડિયોમાં વિશાલ દારૂ પીતો, કારમાં દારૂની બોટલ દેખાડતો અને બંદુક સાથેના વીડિયો તેમજ ફોટો વાયરલ થઈ રહ્યા છે. 

કારો રસ્તા વચ્ચે પાર્ક કરતા ટ્રાફિકમાં અડચણરૂપ બની હતી.

પકડાયેલા બે આરોપીને ઘટનાસ્થળે લાવી પૂછપરછ કરાઇ.


પોલીસે ઝડપી લીધા ચાર આરોપીઓને   

ત્યારે બર્થ ડે સેલિબ્રેશનને લઈ પોલીસે એક્શન લીધા છે. પોલીસ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સ્પ્રેથી જોખમી આગ લગાડી રસ્તા પર ડાન્સ કરતા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. તે ઉપરાંત પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ છે. આ ઘટનાને લઈ પોલીસે 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે જેમાંથી 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. અને અન્ય પાંચ આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી વિશાલ અને ઈશાન વિરુદ્ધ દારૂ,ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુન્હાઓ નોંધ્યા છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.