રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે સાથે 1965માં પાડોશી દુશ્મન દેશને પરાજ્યનો સ્વાદ ચખાડનારા એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ વિજય ઘાટ પર જઈ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ટ્વિટ કરી વડાપ્રધાને કર્યા શાસ્ત્રીજીને યાદ
વડાપ્રધાને ટ્વિટના માધ્યમથી પણ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કર્યા હતા. તેમણે લખ્યું કે શાસ્ત્રીજીને સાદગી અને નિર્ણય શક્તિને કારણે તેમને સમગ્ર દેશ તેમને યાદ કરે છે. ઈતિહાસના મહત્વપૂર્ણ સમયે તેમના દ્વારા કરાયેલું નેતૃત્વ હમેશાં યાદ રાખવામાં આવશે. તેમની જયંતી પર તેમને શત શત નમન.