એરલાઇન્સની દુનિયામાં હમણાં જ શામેલ થયેલ અકાસા એરલાઇનની ફ્લાઇટમાં પક્ષી અથડાવવાની ઘટના બની,મુંબઈથી ઉડાન ભરી ફ્લાઇટ બેંગલોર તરફ જઈ રહી હતી તે દરમિયાન ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું,સૂત્રોની માહિતી મુજબ પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. પણ હાલ આ બાબતે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી
પ્લેન સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે એરલાઈને હજુ સુધી કોઈ વાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાંથી સળગતી ગંધ આવી રહી હતી. તપાસમાં એક એન્જીન પર પક્ષી બળી જવાના નિશાન મળી આવ્યા છે.
અકાસા એરલાઈન્સની મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટ આજે ખોરવાઈ ગઈ હતી. મુંબઈથી ટેકઓફ કર્યા બાદ પક્ષી તેમના પ્લેન સાથે અથડાયું હતું. QP-1103 નંબરની ફ્લાઈટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું.