15 જૂનના રોજ ગુજરાત પર બિપોરજોય નામનું વાવાઝોડું ટકારાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે તમામ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય આકાશમાંથી કેવું દેખાય છે તેનો વીડિયો સામે આવ્યો છે. આકાશથી 400 કિમી દૂરથી વાવાઝોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાદળોને કારણે ઢંકાઈ ગયો દરિયો!
અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કોઈક દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા પર સતત કવરેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાવાઝોડું આકાશમાં કેવું લાગે છે તેનો વીડિયો સામે આવ્યો છે. વિકરાળ રૂપ ધારણ કરી વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાદળોને કારણે દરિયો ઢંકાઈ જાય છે.
થોડા સમયની અંદર આકાશી દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ!
મૂળ સાઉડી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. એ વીડિયોમાં આકાશમાંથી વાવાઝોડું કેવું દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું વિકરાળરૂપ લઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે હજારો લોકો સુધી પહોંચી ગયો છે. અવકાશયાત્રી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો માત્ર થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા છે સજ્જ!
મહત્વનું છે કે વાવાઝોડું આજ સાંજ સુધી ગુજરાતમાં ટકરાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર તોળાતા સંકટને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. બચાવ કામગીરી કરવા ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવાઝોડાનો જે વીડિયો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે.