બિપોરજોય વાવાઝોડું બન્યું પ્રાણઘાતક! વાવાઝોડાને કારણે આટલા લોકોનું થયું નિધન, પહેલા પણ બની છે આવી ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 10:35:28

ગુજરાત માટે બિપોરજોય વિનાશક સાબિત થયું છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તેજ હવા ફૂંકાવવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે અનેક વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડાને કારણે અનેક અબોલા પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ વાવાઝોડાને કારણે કોઈ માનવે જીવ ગુમાવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ હવે બે લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં પિતા અને પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય સુરતથી પણ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે અને બે માસુમ બાળકો તેમાં દટાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.



એક જ પરિવારના બે સભ્યોના થયાં મોત!

વાવાઝોડા બાદ સર્જાયેલી તબાહીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જનજીવન પ્રભાવિત થયું હતું. હજી સુધી સમાચાર એવા જ સામે આવી રહ્યા હતા કે માણસોના મોત નથી થયા. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ભાવનગરમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. પિતા અને પુત્રનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. પોતાના પશુધનને બચાવવા માટે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તે સિવાય સુરતથી પણ સમાચાર સામે આવી  રહ્યા છે કે ઉધનામાં દિવાલ તૂટી પડતાં 2 માસુમ બાળકો દટાયા હતા અને તેમને ઈજા પહોંચી છે.      


થોડા દિવસો પહેલા બાળકોએ ગુમાવ્યો હતો જીવ!

મહત્વનું છે કે વાવાઝોડું આવ્યું તેની પહેલા પણ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. થોડા દિવસો પહેલા કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. તે સિવાય પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આજે પણ વાવાઝોડાને કારણે બે લોકોના મોત થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?