દ્વારકા, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક ઝાડ પણ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા અનેક મંત્રીઓને અનેક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે દ્વારકાની જવાબદારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. જવાબદારી મળતા જ દ્વારકા તેઓ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે ગોમતીઘાટ પર જઈ જાત નિરિક્ષણ તેમણે કર્યું હતું. તે સિવાય ઋષિકેશ પટેલે પણ ભુજના માનકુવાના ફુડ પેકેટ સેન્ટરની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર!
ગુજરાતમાં સાંજ સુધીમાં વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત તરફ વધી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખી તંત્ર સજ્જ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તે સિવાય મંત્રીઓને પણ અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. દ્વારકાની જવાબદારી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. ત્યારે દ્વારકાના ગોમતીઘાટની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી એનડીઆરએફની તેમજ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તે સિવાય વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ ગોમતીઘાટની લીધી મુલાકાત
વાવાઝોડાને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે લોકોના જીવ પર સંકટ ન રહે તે માટે અનેક મોટા મંદિરોને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દ્વારકાધીશ આવેલી આફતને ટાળી દેશે તેવી આસ્થા લોકો રાખી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ દ્વારકાના ગોમતીઘાટની મુલાકાત લીધી હતી.