બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ગામોમાં વીજ સંકટ, સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન


  • Published By :
  • Published Date : 2023-06-14 15:54:10

વિનાશકારી બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતી ચિંતાજનક બની છે. લોકોના જાનમાલના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ભારે વરસાદ અને સુસવાટા મારતા પવનના કારણે સૌરાષ્ટ્રના અને કચ્છના 11 કેવીના 1293 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. તો બીજી તરફ વાવાઝોડાંની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 8 જેટલાં જિલ્લાઓમાં દરિયાકાંઠાની જમીન સુધીના 5 કિલોમીટર વિસ્તારોમાં 65 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 563 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમોએ સાંજે સાત વાગ્યાથી સવાર સુધીમાં કુલ 498 ગામડાંઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી આપ્યો છે. હજુ બાકી રહેલ 65 ગામડાંઓમાં કામગીરી ચાલુ છે. 12020 જેટલાં વીજ પોલને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.


PGVCLને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન 


કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં ગઈ કાલે સાંજે જે.જી વાયના 129 ફીડર ફોલ્ટમાં હતા. તેમાંથી PGVCLની ટેકનિકલ ટીમો દ્વારા કુલ 113 ફીડર શરૂ કરી આપવામાં આવ્યા છે અને બાકી રહેતા 16 ફીડરમાં કામગીરી ચાલુ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં જામનગર જિલ્લામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના 327 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ  PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


આ જિલ્લાઓના ગામોમાં વીજળી ગુલ


રાજકોટ એગ્રીકલ્ચર 95, પોરબંદરમાં જ્યોતિગ્રામ 07, એગ્રીકલ્ચર 106, ગામમો 21,જુનાગઢ એગ્રીકલ્ચર 120,જામનગર જ્યોર્તિગ્રામ 03 ,એગ્રીકલ્ચર 327, ગામો 15, ભુજ જ્યોર્તિગ્રામ 06, એગ્રીકલ્ચર 217, ગામો 28અંજાર એગ્રીકલ્ચર 52, ભાવનગર એગ્રીકલ્ચર 46, બોટાદ એગ્રીકલ્ચર 37, અમરેલી એગ્રીકલ્ચર 124 અને સુરેન્દ્રનગર જિલ્લાના 116 ગામોનો સમાવેશ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?