બિપોરજોય ઈફેક્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 ફીડર ઠપ, 4000થી વધુ વીજ પોલ ધરાશાયી


  • Published By :
  • Published Date : 2023-06-16 16:43:45

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર  અને કચ્છના સમુદ્ર કાંઠે ટકરાઈને આગળ રાજસ્થાન તરફ વધી ગયું છે. જો કે આ ભીષણ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના 11 kvના 2550 જેટલાં ફીડર ઠપ થઈ ગયા છે. આ ફીડરને નુકસાન થવાથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજસંકટ સર્જાયું છે. વાવાઝોડાંની અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 11,00 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 200 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં 4000થી વધુ વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું પણ ઉર્જા વિભાગે જણાવ્યું છે.


વીજ પુરવઠો સ્થાપિત કરવા PGVCLના પ્રયાસો શરૂ


વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ PGVCLની 1200થી વધુ ટીમો કામ કરી રહી છે. વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો રાબેતા મુજબ થાય તે રીતે અલગ અલગ ટીમો બનાવી હાલ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક સ્થાનોએ પાણી ભરાયા છે. આ જ કારણે નુકસાન થયેલા ફીડરનું રિપેરીંગ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જો કે તેમ છતાં PGVCLની ટીમો ભારે વરસાદ અને પવનની વચ્ચે પણ રીપેરીંગ કરી રહ્યા છે.


જામનગર જિલ્લાના ગામડાઓમાં વીજળી ગુલ


વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં PGVCLને સૌથી વધુ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેમાં પણ જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાના 530 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ PGVCLની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?