મહા ચક્રવાત બિપોરજોય કચ્છના સમુદ્ર કાંઠે ટકરાયું ,લેન્ડફોલની પ્રક્રિયા અડધી રાત સુધી ચાલશે, વહીવટી તંત્રની શું છે તૈયારીઓ, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-15 19:20:17

ગુજરાત તરફ આગળ વધી રહેલું મહાચક્રવાત બિપોરજોય કચ્છના લખપત નજીક   લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરિયામાં 15થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત દરિયાકિનારાના ઘણાં વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.  હાલ વાવાઝોડું 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જો કે, ધીમે ધીમે ઝડપ વધે તેવી શક્યતા છે. આ વિનાશક લેન્ડફોલની પ્રક્રિયા અડધી રાત સુધી ચાલશે તેવી શક્યતા છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા પ્રમાણે ચક્રવાતની જખૌમાં લેન્ડફોલ કરશે ત્યાં સુધી ઘણી ધીમી પડી ચુકી હશે જો કે તેમ છતાં તે ખૂબ જ નુકસાન કરવા સક્ષમ છે. અને લેન્ડફોલની આ પ્રોસેસ અડધી રાત સુધી ચાલશે તેવી આશંકા છે. ચક્રવાતની અસર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના 9 રાજ્યોમાં જોવા મળશે. જો કે આ સ્થિતીમાં એ જાણવું મહત્વનું છે કે લોકોની સુરક્ષા માટે વહીવટી તંત્રએ શું તૈયારીઓ કરી છે.


NDRF અને  SDRF ટીમો તૈનાત


ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠાના 10 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સુરત)માં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે અને 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી છે.  વાવાઝોડું, વરસાદ અને પવનના જોરને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીરૂપે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 4317 હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે, જેથી જાનમાલની હાનિને ટાળી શકાય. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં 21,595 હોડીઓને જનતાની મદદ માટે તૈયાર રાખવામાં આવી છે. 


રાજ્યનું આરોગ્ય તંત્ર થયું સાબદું


રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી તબીબી મદદ મળી રહે તે માટે કુલ 17 જેટલી 108 એમ્બ્યુલન્સીસ ફાળવવામાં આવી છે, જેમાં કચ્છમાં 10, દ્વારકામાં 5 અને 2 એમ્બ્યુલન્સ મોરબી મોકલવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતી સગર્ભા મહિલાઓ તેમજ તેમની અંદાજિત ડિલિવરીની તારીખોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેથી તેમને સમયસર યોગ્ય સારવાર આપી શકાય. આ જિલ્લાઓમાં કુલ 197 DG સેટ ફાળવવામાં આવ્યા છે. 


PGVCL અને  GETCOની ટીમો સ્ટેન્ડબાય


રાજ્યના ઊર્જા વિભાગનો કંટ્રોલ રૂમ પ્રવૃત્ત કરવામાં આવ્યો છે. ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 597 ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી છે. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.  આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં જીસીબી, ડમ્પર, ટ્રેક્ટર, લોડર વગેરે જેવી સાધન-સામગ્રી સાથે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 132 ટીમો તહેનાત કરવામાં આવી છે. 


કોસ્ટ ગાર્ડે પણ કમર કસી 


બિપોરજોય તોફાનની તૈયારીઓ અંગે ભારતીય તટ રક્ષક (કોસ્ટ ગાર્ડ) (ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર)ના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલાએ જણાવ્યું હતું કે, 'બિપોરજોય વાવાઝોડું આજે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રહેશે. પરિસ્થિતિને જોતા અમે 15 જહાજ અને 7 એરક્રાફ્ટને સ્ટેન્ડબાય પર રાખ્યા છે. અમે દમણના કોસ્ટ ગાર્ડ સ્ટેશન પર 4 વિશેષ ડોર્નિયર અને 3 હેલિકોપ્ટર તૈનાત રાખ્યા છે. આ સિવાય 200 લાઈફ બોય અને 1000 લાઈફ જેકેટ પણ અલગથી રાખવામાં આવ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...