બિપોરજોય વાવાઝોડાની હાલ શું સ્થિતી છે, ચક્રવાત ક્યાં ત્રાટકશે અને કેટલી તારાજી સર્જશે? જાણો વિગતે અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-06-12 12:16:08

ગુજરાત પર ફરી એક મોટી કુદરતી હોનારત ત્રાટકવાની છે. આ ભયાનક વાવાઝોડારૂપી આફતનો સામનો કરવા માટે સરકારી તંત્ર હાઈ એલર્ટ પર છે. બિપોરજોય વાવાઝોડા રૂપી સંકટ ગુજરાતના સમુદ્ર કિનારા તરફ સતત આગળ વધી રહ્યું છે, જેને રોકવું અશક્ય છે, બસ તેનો સામનો કરીને બચી શકાય તેમ છે. છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સતત દિશા અને ગતિ બદલતું બિપોરજોય વાવાઝોડું હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો આ વાવાઝોડાનું ટાર્ગેટ છે. ચિંતાની વાત એ છે કે વાવાઝોડું જમીન પર ટકરાશે ત્યારે તેની ગતિ 1998માં કંડલામાં વિનાશ વેરનાર વાવાઝોડા જેટલી જ હશે. ત્યારે બિપોરજોયને લઇ લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. બિપોરજોય સાયક્લોન માટે આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ બંદરો પર 9 નંબરના ભયસુચક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પર ભયાનક વાવાઝોડું ટકરાવા જઈ રહેલા વાવાઝોડાની 15 મોટી અને મહત્વની જાણકારીઓ અહીં રજુ કરવામાં આવી છે.  


1-અત્યંત પ્રચંડ ચક્રવાતી વાવાઝોડુ બિપોરજોય વાવાઝોડું મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા 6 કલાકમાં 2 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે આજે 12 જૂન 2023ના રોજ મધ્યરાત્રે 2:30 વાગ્યાની છેલ્લી માહિતી પ્રમાણે તે અરબ સમુદ્રમાં 19.0 અક્ષાંશ અને 67.7 રેખાંશ નજીક સ્થિર છે. એટલે કે મુંબઈ તટથી 540 કિમી પશ્ચિમ, પોરબંદરથી 360 કિમી દક્ષિણ-પશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 400 કિમી દક્ષિણ-પશ્ચિમ, નલિયાથી 490 કિમી દક્ષિણ પશ્ચિમ તેમ જ કરાંચીથી 660 કિમી દક્ષિણમાં સ્થિત છે.


2-બિપોરજોય વાવાઝોડું તેજ ગતિથી કચ્છના નલિયા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધ્યો છે. દરિયા કિનારે વાવાઝોડું પહોંચશે ત્યારે પવન 120થી 140 કિમી ઝડપે ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદ થશે.


3-બિપોરજોય વાવાઝોડું એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે આ વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલાવતા ગુજરાત તરફ ફંટાયું છે


4-બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે. 


5-આ ખતરનાક ચક્રવાત 11 તેમજ 12 અને 13 જૂને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર,મોરબી જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરી છે. તેમજ તારીખ 15 જૂને વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરી છે


6- પોરબંદર તથા કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે  વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેથી વધુ લોકો એક જ સ્થળે  એકઠા ન થાય


7-સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવા સૂચના આપી દેવાઈ છે. તો દક્ષિણ ગુજરાતના બંદરો પર 2 નંબરોનું સિગ્નલ લગાવવા સૂચના અપાઈ છે. દરિયાના મોજા 3 મીટરથી વધુ રહેશે. પવનોની ગતિ 12 જૂનના રોજ 65 કિમીથી વધુ રહી શકે છે. તો 14 અને 15 જૂન પવનોની ગતી 120 થી 145 રહેવાની સંભાવના છે


8-ચક્રવાત 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી અને કરાંચી (પાકિસ્તાન) વચ્ચે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના દરિયાકાંઠાને પાર કરીને 15મી જૂનની બપોર સુધીમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે તીવ્ર ચક્રવાત વાવાઝોડું છે. 


9-બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાથી કચ્છ, સુવાલીના દરિયામાં ઉછળી રહ્યા છે 6થી 7 ફુટના મોજા ઉછળી રહ્યાં છે. વિવિધ મંત્રી પ્રભાવિત થઈ શકે તેવા જિલ્લામાં પહોંચી ગયા છે. 


10-બિપોરજોય  વાવાઝોડાની કેન્દ્ર સરકાર કરી રહી છે સમીક્ષા. પીએમ નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજશે


11-આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, વડોદરા, ડાંગ, અમરેલી, ભાવનગરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


12-વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એ NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.


13-હાલ સાયક્લોન 5 km/h ની ઝડપથી ઉત્તર દિશા તરફ વધી રહ્યું છે. બિપોરજોય હાલ પોરબંદરના કાંઠેથી 340 km દૂર, દ્વારકાથી 380 km દૂર, જખૌ બંદરેથી 460 km દૂર છે. 15 મી જૂને બપોર સુધીમાં સાયક્લોન પાકિસ્તાનના કરાંચીથી ગુજરાતના માંડવી વચ્ચે ટકરાશે. આ સમયે 125- 135 km/h  પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડું 15 જૂનના બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે તથા પાકિસ્તાન નજીક પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


14-ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ભયસુચક 9 નંબરના સિગ્નલો લગાવવામાં આવ્યા છે. હાલ કચ્છના તમામ બંદરો ઉપર 9 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.  કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


15-PGVCL,પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચવા અપાઇ છે. વાવાઝોડાથી લોકોને જાનહાનિ ના થાય તે માટે પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કચ્છ જિલ્લામાં મેડિકલ માટે ગામોમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...