બિપોરજોય આફટરઈફેક્ટ: વાવાઝોડાને કારણે આવેલા વરસાદે ગુજરાતને ધમરોળ્યું, આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 09:44:27

ગુજરાતના દરિયાકાંઠાથી પસાર થઈ બિપોરજોય આગળ વધી રહ્યું છે. ગઈકાલ રાત્રે બિપોરજોય ટકરાયું હતું. બિપોરજોયને કારણે તેજ હવાઓ વહી હતી તેમજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની અસર થવાની શરૂ થઈ હતી ત્યારથી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી હતી. અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે સિવાય અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે વાવાઝોડાની અસરને કારણે અંદાજીત 171 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી અનુસાર કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.      


આટલા તાલુકાઓમાં વરસ્યો વરસાદ!

છેલ્લા ઘણા દિવસોથી વાવાઝોડાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. પોરબંદર,કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારો માટે વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેજગતિથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જઈ રહ્યું હતું પરંતુ ગઈકાલે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ ગયું હતું. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું હતું તેમ તેમ પવનની ગતિ પણ સતત વધતી જઈ રહી હતી. અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની અસરને કારણે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર ગુજરાતના 171 તાલુકાઓમાં વરસાદ થયો હતો. કચ્છમાં સૌથી વધારે અસર વાવાઝોડાને કારણે થઈ છે.


આજે પણ વરસાદને લઈ કરાઈ છે આગાહી!

બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ગુજરાતના દરિયાકાંઠે ગઈકાલે થઈ ગયું હતું. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાવાઝોડાને કારણે ભારે પવનની સાથે વરસાદે પણ ગુજરાતને ધમરોળ્યું હતું. બિપોરજોયને કારણે લગભગ 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. કચ્છના ગાંધીધામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તે સિવાય ભુજમાં પણ વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. કચ્છના મુંદ્રામાં તેમજ અંજારમાં લગભગ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તે જામનગર તેમજ ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. મહત્વનું છે કે વરસાદને લઈ આજે પણ આગાહી કરવામાં આવી છે. 


વાવાઝોડા બાદ વરસાદનું સંકટ!

ઉલ્લેખનિય છે કે બિપોરજોય તો પસાર થઈ ગયું પરંતુ દરિયાકાંઠા વિસ્તાર માટે આગામી કલાકો ભારે રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગાહી મુજબ મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠામાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા બાદ વરસાદ તબાહી મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.         




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...