યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીને કરાયો ડિટેઈન! ડમી કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા! શું યુવરાજસિંહ વિરૂદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-17 10:52:15

છેલ્લા ઘણા સમયથી ડમી ઉમેદવાર કાંડને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો પહેલા એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. આ મામલે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરવાની છે. 


બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો થયો હતો વાયરલ!

સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક પૂરાવા સાથે યુવરાજસિંહના નામ લીધા હતા. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે અનેક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડમી કાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા છે. 


ડમી ઉમેદવાર બની બેઠેલા સંજય પંડ્યા વિરૂદ્ધ પણ કરાઈ કાર્યવાહી! 

ત્યારે આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેઈન કરી દીધો છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બિપિન ત્રિવેદી સરકારી અધિકારી હોવા છતાં પણ કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો. ઉપરાંત ડમી કાંડ મામલે વધુ એક સમાચાર પણ સામે આવ્યા છે જેમાં ભાવનગર એસઆઈટીની ટીમ દ્વારા કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા સંજય પંડ્યાની અટકાયત કરી લીધી છે. સંજય પંડ્યાએ 2021માં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બની પરીક્ષા આપી હતી. 


આવનાર દિવસમાં આ મામલે આવી શકે છે મોટા ખુલાસા! 

ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જો યુવરાજસિંહના નામની સંડોવણી હશે તો યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બિપીન ત્રિવેદીની પૂછપરછના આધારે યુવરાજસિંહ સામે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે બિપીન ત્રિવેદીની પૂછપરછ દરમિયાન અનેક બીજા મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?