બોલિવુડની ગપશપમાં રસ ધરાવતા લોકો માટે નવા સમાચાર આવી રહ્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા છે. આજે બંનેના ઘરે લક્ષ્મી પધાર્યા છે. બિપાશા અને કરણ સિંહના લગ્નના છ વર્ષ બાદ તેઓના ઘરે પહેલીવાર કિલકારીઓ ગુંજી છે.
બિપાશા બાસુએ બેબી ગર્લને આપ્યો જન્મ
ઓગસ્ટ માસની અંદર બંનેએ માહિતી આપી હતી કે બિપાશા બાસુ માતા બનવાના છે. ઈન્ટાગ્રામ પર બિપાશા બાસુએ પોતાની પ્રેગનેન્સી વિશે પોસ્ટ કરી હતી. બિપાશા બાસુએ પતિ કરણ સિંહ સાથે મેટરનિટી શૂટ પણ કરાવ્યું હતું.
વર્ષ 2015માં બિપાશા બાસુ અને કરણ સિંહ અલોનના ફિલ્મ સેટ પર મળ્યા હતા. ત્યાર બાદથી બંને વચ્ચે દોસ્તી વધી હતી અને બંનેએ લગ્નની ગાંઠે બંધાવાનો નિર્ણય લીધો હતો.
![](https://img.youtube.com/vi/bVnSt8UCWjw/maxresdefault.jpg)