વિનાશકારી વાવાઝોડા ‘બિપરજોય’ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે, હવામાન વિભાગ અનુસાર આ સમયે સાયક્લોન અતિ સિવિયર સ્વરૂપમાં ફેરવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું 14 જૂન બાદ વાવાઝોડું નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ જશે. હાલની સ્થિતિને જોતા કચ્છમાં ટકરાવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર અથવા પાકિસ્તાનની વચ્ચે ટકરાશે. આ દરમિયાન એટલે કે,14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયો કિનારો ભારે તોફાની બની શકે છે તેમજ પવની ગતિ પણ પણ તીવ્ર રહેશે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ
બિપોરજોયએ અતિ વિનાશક વાવાઝોડામાંથી મહા વિનાશક રૂપ ધારણ કર્યું છે. આ ચક્રવાત સતત શક્તિશાળી બની રહ્યું છે. જોકે ગુજરાત પર બિપોરજોય ત્રાટકે તેવી શક્યતા ઓછી છે પરંતુ તેની સંભવિત અસરને અવગણી શકાય તેમ નથી. જેને લઇને હવામાન વિભાગ (IMD) સતત બિપોરજોયની હલચલ પર નજર રાખી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. 11 જૂનના સવારે 8.30 વાગ્યાની સ્થિતિ અનુસાર હાલ આ મહાવિનાશક વાવાઝોડું પોરબંદરથી 450 કિ.મી. દૂર છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અતિ વિનાશક વાવાઝોડું પસાર થઇ શકે છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ક્યા થશે ભારે વરસાદ?
વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજ રોજ ગીર સોમનાથમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક આ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાની અસરના કારણે 14 જૂને મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકામાં ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડા પહેલા પોરબંદર અને વેરાવળમાં હાલ પવનની ગતિ વધી ગઇ છે. પોરબંદરમાં દરિયામાં ભરતી અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે કરંટ હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં 'શાળા પ્રવેશોત્સવ' નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ 'શાળા…
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023
શાળા પ્રવેશત્સવ મોકૂફ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં 'શાળા પ્રવેશોત્સવ' નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ 'શાળા…
— CMO Gujarat (@CMOGuj) June 11, 2023વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં યોજનાર 6 શાળાત્સવ મોકૂફ રાખવામાં આવ્યા છે,. 6 જિલ્લામાં યોજનાર શાળા મહોત્સવ મોકૂફ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્રારકા, પોરબંદરમોરબી, કચ્છ, જામનગર ,જૂનાગઢના શાળા પ્રવેશ મહોત્સવ હાલ પૂરતા મોકૂફ રાખવાામાં આવ્યાં છે.
વાવાઝોડાના પગલે જિલ્લા તંત્ર એલર્ટ
વાવાઝડોના પગલે આજે સાંજ સુધીમાં દ્વારકામાં એસડીઆરએફની ટીમ પહોંચી જશે. તો દરિયાકાંઠેના વિસ્તાર રૂપેણ બંદર વિસ્તારમાં થી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.કચ્છમાં વાવાઝોડુ ટકરાવાના અનુમાન બાદ ભયાનક વાવાઝોડાનો સામનો કરવા કચ્છ પ્રશાસન એલર્ટ બન્યું છે. તમામ બોટને કિનારાથી દૂર લંગારવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે તેમજ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.