વાવાઝોડામાં કોઈ પણ કંપનીના મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે, જાણો ક્યાં મળશે આ સુવિધા


  • Published By :
  • Published Date : 2023-06-14 22:13:15

બિપોરજોય વાવાઝોડા દરમિયાન લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ પગલા ભરવામા આવી રહ્યા છે. વાવાઝોડાને જોતા ટેલિકોમ ઓથોરિટીએ એક મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત જો વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક બંધ રહેશે તો આવી સ્થિતિમાં લોકો કોઈ પણ મોબાઈલ કંપનીના નેટવર્કનો ઉપયોગ કરી શકશે.


લોકોના હિતમાં મોટો નિર્ણય  


રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ટેલિકોમ વિભાગના અધિકારીઓના તેમના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.


આ રીતે લઈ શકાશે લાભ

 

જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...