ગુજરાત પર ત્રાટકેલી બિપોરજોય વાવાઝોડા રૂપી આફત જખૌ નજીક મોડી રાત્રે ટકરાયા બાદ અંતે પસાર થઈ ગઈ છે, જો કે વાવાઝોડાની આફત બાદ હવામાન ખાતા દ્વારા સૌપ્રથમ રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, બિપોરજોય વાવાઝોડું 115 થી 125 કિમીની ઝડપે ગુજરાતના કાંઠે જખૌની ઉપર ટકરાયું હતું. વાવાઝોડું મોડી રાત્રે 10.30 થી 11.30 વચ્ચે કચ્છમાં ટકરાયું હતું. હાલમાં વાવાઝોડાની ગતિમાં પરિવર્તન થયું છે. બપોર સુધીમાં નબળું પડશે અને સાંજ સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે હજુ પણ બે દિવસ સુધી ચાલું જ રહેશે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
વાવાઝોડાની ગતિ ઘટી
હવામાન વિભાગના ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે હાલમાં હવાની ગતિ 85 થી 90 કિમી છે. આગામી 2-3 કલાકમાં ગતિ ઘટીને 75થી 80 થશે, તે પછીના બીજા 3 કલાક ઘટીને 65થી 75 કિમી થવાની સંભાવના છે. હાલમાં ભારે વરસાદની આગાહી ગુજરાત માટે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે 9 નંબરનું સિગ્નલ હતું તેને ઘટાડીને 3 નંબરનું કરવા માટે સલાહ આપવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં થયો ભારે વરસાદ થયો છે, છેલ્લા 24 કલામાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
#WATCH चक्रवात तूफान बिपरजॉय जो कल रात को सौराष्ट्र और कच्छ क्षेत्र में केंद्रित था, वो धीरे-धीरे ईस्ट-नॉर्थ-ईस्ट दिशा में गति करते हुए आज सुबह 8:30 बजे भुज से पश्चिम- उत्तर-पश्चिम दिशा में 30 किलोमीटर दूरी पर केंद्रित है। यह थोड़ा कमजोर हुआ है। शाम तक यह तूफान कमजोर होकर एक गहरे… pic.twitter.com/bqyGQilotx
— ANI_HindiNews (@AHindinews) June 16, 2023
આજે આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
#WATCH चक्रवात तूफान बिपरजॉय जो कल रात को सौराष्ट्र और कच्छ क्षेत्र में केंद्रित था, वो धीरे-धीरे ईस्ट-नॉर्थ-ईस्ट दिशा में गति करते हुए आज सुबह 8:30 बजे भुज से पश्चिम- उत्तर-पश्चिम दिशा में 30 किलोमीटर दूरी पर केंद्रित है। यह थोड़ा कमजोर हुआ है। शाम तक यह तूफान कमजोर होकर एक गहरे… pic.twitter.com/bqyGQilotx
— ANI_HindiNews (@AHindinews) June 16, 2023હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.