ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો, અરબ સાગર બન્યો વાવાઝોડાનું હોટ સ્પોટ, બે દાયકામાં રાજ્ય પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 19:11:11

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. જો કે આ સ્થિતીમાં હવામાન નિષ્ણાતો એક મહત્વના સવાલ પર ચિંતન કરી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરબ સાગર વાવાઝોડાનું હોટ સ્પોટ બન્યો છે. સંસોધનો મુજબ છેલ્લા બે દાયકામાં વાવાઝોડાના આવર્તનમાં 52 ટકાનો વધારો થયો છે. એક સમય હતો જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાતો વધુ જોવા મળતા હતા પરંતું છેલ્લા બે દાયકામાં ચક્રવાતનો ટ્રેન્ડ બદલાયો છે.


શા માટે વધી રહ્યા છે વાવાઝોડા?


હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થતાં વાવાઝોડા વધી રહ્યા છે. દરિયાઈ સપાટીના તાપમાનમાં સરેરાશ વર્ષે 10.1 મી.લિ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે, વળી આ પ્રવૃતિ વાર્ષિક બની ગઈ હોય તેમ લાગે છે. સમુદ્રની સુપાટીના તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારાથી વાવાઝોડાંના આવર્તનમાં વધારો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિગના કારણે આ સ્થિતી વધુ ખતરનાક બની છે.


ગુજરાત પર કેટલા વાવાઝોડા ત્રાટક્યા?


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1975થી 2000 દરમિયાન ગુજરાત પર 7 જેટલા ચક્રવાતો ત્રાટક્યા હતા. જે સંખ્યા વર્ષ 2021થી 2023ના સમયગાળમાં વધીને 20 જેટલી થઈ છે. આ તમામ વાવાઝોડામાં સૌથી ભયાનક વર્ષ 2004-ઓનિલ, 2006-મડકા, 2010-ફેટ, 2014- નિલોફર, 2015-ચાપલા અને મેઘ, 2019 વાયુ અને ફાની, વર્ષ 2020 -નિસર્ગ, વર્ષ 2021 તોક્તે અને વર્ષ 2023માં બિપોરજોય વાવાઝોડાનો સમાવેશ થાય છે.


આ જિલ્લા વાવાઝોડા માટે સંવેદનશીલ 


ગુજરાતના સમુદ્ર કિનારાના જિલ્લા વાવાઝોડા માટે સૌથી સંવેદનશીલ મનાય છે. આ જિલ્લાઓમાં કચ્છ, પોરબંદર, વેરાવળ, દિવ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ, મોરબી, નવસારી, જામનગરનો સમાવેશ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?