દુનિયાભરમાં શૌચાલયનું મહત્વ સમજાવનારા અને કરોડો લોકોનું જીવન આસાન બનાવનારા બિંદેશ્વર પાઠકનું આજે નિધન થયું છે. 80 વર્ષીય બિંદેશ્વર પાઠકે સ્વતંત્રતા દિને સવારે રાષ્ટ્રિય ધ્વજ ફરકાવ્યો અને તરત જ ઢળી પડ્તા તેમને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે એઈમ્સના તબીબોએ બપોરે 1.42 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. હ્રદયના ધબકારા બંધ થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આજે તમે દેશના તમામ શહેરોમાં જે સુલભ શૌચાલય જુઓ છો તે બિંદેશ્વર પાઠકની દેણ છે. તેમણે સુલભ શૌચાલયને એક ઈન્ટરનેશનલ બ્રાંડ બનાવી દીધી છે. પાઠકે જ સુલભ શૌચાલયની શરૂઆત કરી હતી. બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં 2 એપ્રિલ 1943ના રોજ પાઠકનો જન્મ થયો હતો.
9 ઓરડાના ઘરમાં એક પણ શૌચાલય નહીં
બિંદેશ્વર પાઠક એક એવા ઘરમાં ઉછર્યા હતા જેમાં 9 ઓરડા હતા પરંતુ એક પણ શૌચાલય નહોંતું. ઘરની મહિલાઓ સવારે વહેલા ઉઠીને બહાર જતી હતી. કારણ કે દિવસે બહાર શૌચ કરવું મુશ્કેલ હતું. આ જ કારણે તેઓ અનેક સમસ્યાઓ અને બીમારીઓથી પિડાતી હતી, આ બાબતે પાઠકને વિચલિત કરી દીધા હતા. તેઓ આ સમસ્યાનું નિવારણ કરવા માગતા હતા. તેમણે સ્વચ્છતાના ક્ષેત્રે કાંઈક નવું કરવાનો નિર્ધાર કર્યો અને દેશમાં મોટા પરિવર્તનની દિશામાં આગળ વધ્યા.
મેંલુ ઉપાડવા અને ખુલ્લામાં શૌચની સમસ્યાનું નિવારણ
બિંદેશ્વર પાઠકે બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. આ પછી તેમણે પટના યુનિવર્સિટીમાંથી માસ્ટર અને પીએચડી કર્યું હતું. તેમણે વર્ષ 1968-69માં બિહાર ગાંધી જન્મ શતાબ્દી સમારોહ સમિતિ સાથે કામ કર્યું હતું. આ સમિતિએ જ તેમને સસ્તું શૌચાલય ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરવા જણાવ્યું હતું. તે સમયે ઉચ્ચ જાતિના પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા માટે શૌચાલય ક્ષેત્રમાં કામ કરવું સરળ નહોતું. પરંતુ તેમણે ક્યારેય પીછેહઠ ન કરી. તેમણે જાતે સફાઈ અને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા પર કામ કર્યું.
સસરા ખૂબ ગુસ્સે થયા હતા
બિંદેશ્વર પાઠક દેશને શૌચ મુક્ત બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પિતા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તે જ રીતે તેમના સગા સંબંધીઓ અને પરિચિત લોકો પણ તેમના પર ગુસ્સે થયા હતા. પાઠકના સસરા શૌચાલયવાળાના કામથી ખૂબ નારાજ હતા. તેમણે પાઠકને ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ ક્યારેય તેમનો ચહેરો ન બતાવે. તેઓ કહેતા હતા કે તેમની દીકરીની જિંદગી તેમણે બરબાદ કરી નાખી છે. આ બધી બાબતોના જવાબમાં પાઠક માત્ર એક જ વાત કહેતા હતા કે તેઓ ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.
બનાવ્યું ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલય
આ પછી, વર્ષ 1970 માં, બિંદેશ્વર પાઠકે સુલભ ઇન્ટરનેશનલની સ્થાપના કરી, તે એક સામાજિક સંસ્થા હતી. સુલભ ઇન્ટરનેશનલમાં, તેમણે બે ખાડાવાળું ફ્લશ ટોઇલેટ વિકસાવ્યું હતું. તેમણે ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયની શોધ કરી. તે ઓછા ખર્ચે ઘરની આસપાસ જોવા મળતી સામગ્રીમાંથી બનાવી શકાય છે. પછી તેમણે દેશભરમાં સુલભ શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. પાઠકને તેમના આ અમૂલ્ય યોગદાન માટે ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો હતો.
The passing away of Dr. Bindeshwar Pathak Ji is a profound loss for our nation. He was a visionary who worked extensively for societal progress and empowering the downtrodden.
Bindeshwar Ji made it his mission to build a cleaner India. He provided monumental support to the… pic.twitter.com/z93aqoqXrc
— Narendra Modi (@narendramodi) August 15, 2023
PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
The passing away of Dr. Bindeshwar Pathak Ji is a profound loss for our nation. He was a visionary who worked extensively for societal progress and empowering the downtrodden.
Bindeshwar Ji made it his mission to build a cleaner India. He provided monumental support to the… pic.twitter.com/z93aqoqXrc
પીએમ મોદીએ પણ બિંદેશ્વર પાઠકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે ટ્વીટ કરતા લખ્યું " ડો. બિંદેશ્વર પાઠકજીનું અવસાન આપણા દેશમાં મોટી ખોટ છે, તે એક દુરંદેશી વ્યક્તિ હતા, તેમણે સામાજીક પ્રગતિ અને વંચિતોને સશક્ત બનાવવા માટે મોટા પ્રમાણમાં કામ કર્યું છે.