સુપ્રીમ કોર્ટના ફેંસલા અંગે બિલ્કીસ બાનોએ કહ્યું, 'દોઢ વર્ષમાં પહેલીવાર હું હસી છું, આજે મારા માટે નવું વર્ષ છે...'


  • Published By :
  • Published Date : 2024-01-08 23:22:05

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે અને દોષિતોની સજાની માફીને રદ કરી દીધી છે. આ સાથે જ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે ગુજરાત સરકારને માફી આપવાનો અધિકાર પણ નથી. હવે તમામ 11 ગુનેગારોએ બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે, જ્યાંથી તમામ ગુનેગારોને ફરીથી જેલમાં મોકલવામાં આવશે.


બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો


સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા બિલકિસ બાનોએ પોતાના વકીલ મારફત પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. બિલકિસે કહ્યું કે 'આજનો દિવસ મારા માટે ખરેખર નવું વર્ષ છે. આ નિર્ણયથી મારી આંખોમાં હરખના આંસુ આવી ગયા અને મને તેનાથી રાહત મળી. આજે હું દોઢ વર્ષથી વધુ સમય પછી પ્રથમ વખત હસી રહી છું. આજે મેં મારા બાળકોને ગળે લગાવ્યા. જાણે મારી છાતી પરથી પહાડ જેવો પથ્થર હટી ગયો હોય અને હવે હું રાહતનો શ્વાસ લઈ રહી છું. મને, મારા બાળકો અને મહિલાઓને ટેકો આપવા અને સમાન ન્યાયની આશા આપવા બદલ હું માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું.'


બિલ્કીસે એમ પણ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે ફરી કહું છું, 'મારા જેવી વ્યક્તિથી આ સંઘર્ષ યાત્રા ક્યારેય એકલા હાથે ન કરી શકાય. મારા પતિ અને મારા બાળકો મારી સાથે છે. મારા એવા મિત્રો છે, જેમણે નફરતના સમયમાં પણ મને ખૂબ સમર્થન આપ્યું અને દરેક મુશ્કેલ વળાંક પર મારો હાથ પકડ્યો હતો. મારી પાસે એક અસાધારણ વકીલ છે જે મારી સાથે 20 વર્ષથી કામ કરે છે. તેણે મને ક્યારેય ન્યાય માટેની મારી આશા ગુમાવવા દીધી નથી.'


'હું અંદરથી તુટી ગઈ હતી'  


બિલ્કીસે તેના સંઘર્ષને યાદ કરતા વધુમાં કહ્યું કે દોઢ વર્ષ પહેલા જ્યારે 15 ઓગસ્ટ 2022ના રોજ મારા પરિવારને બરબાદ કરનાર અને મારા અસ્તિત્વને આતંકિત કરનારાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા ત્યારે હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને મને લાગ્યું કે મારી હિંમત ખુટી ગઈ છે, પરંતુ હજારો સામાન્ય લોકો અને મહિલાઓ મારા માટે આગળ આવી હતી. તે મારી પડખે ઊભા રહ્યા અને દેશભરમાંથી હજારો લોકોએ મને પત્રો લખ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. મને ટેકો આપનાર દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. આ લોકોએ માત્ર મને જ નહીં પરંતુ ભારતની દરેક મહિલા માટે ન્યાયના વિચારને બચાવવા માટે લડવાની નવી ઇચ્છાશક્તિ આપી છે. હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મારા જીવન અને મારા બાળકોના જીવન માટે મહત્વપૂર્ણ માનું છું, આજે હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું. કાયદો સર્વોચ્ચ છે અને કાયદો તમામ નાગરિકો માટે સમાન છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?