બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંધનામું, દોષિતોને મુક્ત કરવા અંગે મોટા ખુલાસા કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:45:39

બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કર્યું છે. રાજ્ય સરકારે પોતાના નિર્ણયના બચાવમાં કહ્યું કે 11 દોષિતોએ જેલમાં 14 વર્ષની સજા પુરી કરી હોવાથી અને તેમનો વ્યવહાર સારો હોવાથી તેમને મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વળી રાજ્ય સરકારેએ તેની ભલામણ કેન્દ્રને સુપરત કરી હતી, કેન્દ્રએ 11 જુલાઈ 2022ના પત્ર દ્વારા 11 કેદીઓને સમય પહેલા મુક્ત કરવા માટે તેની સંમતિ પણ આપી હતી. જો કે આ સોગંદનામામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ) અને સીબીઆઈની સ્પેશિયલ સિવિલ જજ અને સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે)ના પોલીસ અધિક્ષકે ગયા વર્ષે માર્ચમાં આરોપીઓની વહેલી મુક્તિનો વિરોધ કર્યો હતો.


રાજ્ય સરકારના વકીલે શું દલીલ કરી?


રાજ્ય સરકારના વકીલે દલીલ કરી કે આ કેસમાં ત્રીજી પાર્ટી  કોઈ કેસ દાખલ કરી શકતી નથી. ગુજરાત સરકારે કહ્યું કે આ કેસમાં સુભાષિણી અલીને કોઈ લેવા દેવા નથી. તેમની અરજી રાજનિતીથી પ્રેરીત છે.  તે એક ષડયંત્ર છે જો કે આ કેસમાં ફરી એક વખત સુનાવણી થશે. 


ગુજરાત સરકારે અરજીકર્તા (સુભાષિની અલી, મહુઆ મિત્રા) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે પોતાના સોગંધનામામાં કહ્યું કે ક્ષમાદાનને પડકારવું તે જનહિતની અરજી (PIL)ના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. તે અધિકારોનો દુરપયોગ છે. આ દોષિતોના વ્યવહાર પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.


બિલકિસ બાનો કેસ શું છે? 


ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ  પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ ગર્ભવતી હતી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટે આ કેસમાં તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા જેમને 2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલ એડવાઈઝરી કમિટી (JAC)ની સર્વસંમતિથી ભલામણને ટાંકીને સારા વર્તનના આધાર પર તેમને મુક્તિની ભલામણ કરવામાં આવી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...