Bihar Train Accident : નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 10:57:34

થોડા સમય પહેલા ઓડિશામાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ટ્રેન અકસ્માત બિહારમાં સર્જાયો છે. બિહારના બક્સરમાં રઘુનાથપુર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જે ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે તે ટ્રેન નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા રાહત - બચાવ કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે.

  

પાટા પરથી ઉતરી ગયા 21 ડબ્બા 

ગઈકાલ રાત્રે બિહારના બક્સરમાં એક રેલ દુર્ઘટના સર્જાઈ છે. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામખ્યા સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ છે. રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન એક દુ:ખદ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માતમાં ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.  અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ત્વરીત શરૂ કરવામાં આવ્યું. આ ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

અશ્વિની વૈષ્ણવે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો  

આ ઘટનાને લઈ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વિટ કર્યું છે. આ દુર્ઘટનાને લઈ તેમણે શોક વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ તેમણે કહ્યું કે પાટા પરથી ટ્રેન કેવી રીતે ઉતરી તેનું કારણ શું છે, આ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટના ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને પગલે સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લોકોને બચાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવાયો હતો. આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે...   


હેલ્પલાઈન નંબર કરાયો જાહેર - 

આ અકસ્માતને પગલે અનેક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.

પટના હેલ્પલાઇન:-9771449971

દાનાપુર હેલ્પલાઇન:-8905697493

વ્યાપારી નિયંત્રણ :-7759070004

આરા હેલ્પલાઇન:-8306182542

પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન- 9794849461, 8081206628



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.