બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં નવ લોકોને મારનાર 'નરભક્ષી' વાઘણનું મોત થયું છે.
અગાઉ તેને મારી નાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. ડીએફઓના જણાવ્યા અનુસાર, વાઘ માનવ વસવાટમાં રહેવા ટેવાયેલો હોવાનું સ્પષ્ટ થાય ત્યારે પ્રક્રિયા મુજબ વાઘને મારવાના આદેશો જારી કરવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં વાઘે ચારના જીવ લીધા છે.જે બાદ તંત્ર દ્વારા આ વાઘણને કઈ રીતે કાબુમાં લેવી એની ચર્ચા કરી હતી.હાલ આ વાઘણના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.