બિહારના બાહુબલી સાંસદ ગણાતા આનંદ મોહન થયા જેલ મુક્ત, જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યાના કેસમાં થઈ હતી સજા!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:12:25

એક તરફ ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓના એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને તેની જ બાજુના રાજ્ય એટલે કે બિહારમાં કલેક્ટરની હત્યા કરનારા બાહુબલી નેતાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જે નેતાને જેલમુક્ત કરવામાં આવ્યા છે તે બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ છે. ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજે નેતા જેલ મુક્ત થયા હતા. 16 વર્ષ પછી તેને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રોડ શો પણ કર્યો હતો...  

શા માટે આનંદ મોહન સિંહને કહેવાય છે બાહુબલી નેતા?

સૌથી પહેલા વાત કરીએ આ બાહુબલી નેતાની. આનંદ મોહન સિંહ મહાન સ્વતંત્રતા સેનાની રામ બહાદુર સિંહના પરિવારથી આવે છે. જેપીના આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો. સૌથી પહેલા તે 1980માં ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા હતા.  90ના સાલમાં જનતાદળમાંથી ચૂંટમી જીત્યા હતા. 95નો સમય એવો હતો કે તેને બિહારના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવામાં આવતા હતા... પણ 1994માં તેણે ગોપાલગંજના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની હત્યા કરી દીધી.  જેને લઈ આનંદ મોહનને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ત્યારથી તે જેલમાં જ હતા.


નેતાને છોડાવા નીતિશ કુમારે કર્યા નિયમોમાં ફેરફાર!

આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે નીતિશ કુમારે તેને જેલમાંથી કાઢવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. આ વિશે વાત કરીએ તો નીતિશ કુમારે જેલ મેન્યુઅલ 2012ના નિયમ 484(1)માં ફેરફાર કર્યો. આ નિયમમાં એવી જોગવાઈ હતી કે અમુક ગુનાઓ ધરાવતા કેદીને સમય પહેલા ના છોડી શકાય... તો નીતિશ સરકારે સ્ટેજ પરથી જાહેરાત કરી કે અમેં આનંદ મોહનને જેલમાંથી કાઢીશું અને જેલમાંથી છોડાવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે ગુના હેઠળ આનંદ મોહન જેલમાં હતા તે હત્યા સંબધી કલમો જ કાઢી નાખી... તો આનંદ મોહન જેલથી છૂટી ગયા છે.... 


ક્લેક્ટરના પરિવારે કર્યો આ નિર્ણયનો વિરોધ!  

કલેક્ટરની આનંદ મોહને હત્યા કરી હતી તેના દીકરીએ જેલ મુક્તિનો વિરોધ કર્યો છે. ડીએમની દીકરી પદ્માએ કહ્યું છે કે બિહાર સરકારે ફરીવાર આ નિર્ણય વિશે વિચારવું જોઈએ. સરકારે આવું કરીને ખોટો દાખલો બેસાડ્યો છે. તો બીજી બાજુ આઈએએસના સંગઠનોએ પણ વિરોધ કર્યો છે કારણ કે આનંદ મોહને કલેક્ટરની હત્યા કરી હતી... બિહારના બ્રુરોક્રેટ્સ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે... તો હવે નીતિશ સરકારને વોટમાં ફાયદો થશે કે રાજ્યમાં તેનો વિરોધ થશે તે જોવાનું રહેશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.