બિહાર પોલીસ ફરી આવી ચર્ચામાં, વાહન ચેકિંગના નામે પોલીસે યુવકને મારી ગોળી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-29 17:31:01

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ પહેરવાનો નિયમ આપણે ત્યાં બનેલો છે. પરંતુ અનેક વખત એવા અનેક લોકો સામે આવતા હોય છે જે વગર હેલ્મેટે વ્હીકલ ડ્રાઈવ કરતા હોય છે. પોલીસ દ્વારા અનેક વખત રોકવામાં આવે છે અને અનેક વખત દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યારે બિહારના જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી.    


પોતાની ફરજ દરમિયાન એએસઆઈએ યુવાનને મારી ગોળી! 

અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે વાહન ચલાવતી વખતે સલામતી રહે તે માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો નિયમ છે તો કાર ચલાવતી વખતે સિટ બ્લેટ પહેરવાનો નિયમ છે. પરંતુ અનેક વખત લોકો આ નિયમોનું પાલન નથી કરતા. જેને કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. નિયમો ન પાળનાર લોકોને રસ્તાઓ પર રોકી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે  જહાનાહબાદથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે હેલ્મેટ વિના બાઈક ચલાવતા એક યુવકને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો હેલ્મેટ વગર બાઈક ચલાવતો યુવક પોલીસને ચેકિંગ કરતા જોઈ ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ પોલીસે યુવકનો પીછો કર્યો હતો. તે દરમિયાન પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના મંગળવારની છે પરંતુ હજી સુધી આ યુવકની હાલત ગંભીર છે તેવા સમાચાર મળી રહ્યા છે.


ચેકિંગ કરનાર ટીમને કરાયા સસ્પેન્ડ 

જે યુવકને પોલીસે ગોળી મારી તેનું નામ સુધીર છે. તે નાલંદા જિલ્લાના કોરથું ગામનો નિવાસી છે. ત્રણ બહેનો વચ્ચે સુધીર એક માત્ર ભાઈ હતો અને ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. જે પોલીસ અધિકારીએ ગોળી મારી તેનું નામ એએસઆઈ મુમતાઝ અહેમદ છે. મળતી માહિતી અનુસાર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. ગોળી વાગ્યા બાદ પણ સુધીરે બે કિલોમીટર સુધી બાઈકને ચલાવી હતી. બે કિલોમીટર બાઈક ચલાવ્યા બાદ પોતાના ગામ પાસે પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુધીરની હાલત હાલ ગંભીર છે. ગોળી તો હાલ કાઢવામાં આવી છે પરંતુ આવનાર થોડા કલાકો તેના માટે મહત્વના રહેવાના છે. 

 

સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કરી રહી હતી 

આ ઘટના બાદ એસપી દીપક રંજને સમગ્ર ચેકિંગ ટીમને સસ્પેન્ડ કરી દીધી છે. આ ટીમમાં ઓપી પ્રમુખ, એએસસાઈ, બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત તપાસ પણ કરવામાં આવશે. આ ઘટનામાં વાંક બંને બાજુથી છે.. પણ વધારે પોલીસ તરફથી છે કે તેવું માનવામાં આવી રહ્યું છે. અધિકારીએ ગોળી ચલાવી દીધી. યુવાનનો વાંક એટલો કે તેની પાસે લાઈસન્સ અને હેલમેટ જેવા કાગળિયા ન હતા.અને પોલીસનોએ વાંક કે તેણે સમજ્યા વિચાર્યા વગર ગોળી ચલાવી દીધી.. પોલીસ પણ આરોપીની શોધ કરી રહી હતી જેને પકડવાનો હતો. પોલીસને એમ કે એ આ જ આરોપી છે અને ગોળી ચલાવી દીધી પણ યુવાન આરોપી ના હતો... તેની પાસે તો હેલમેટ કે લાઈસન્સ ના હતું એટલે ભાગ્યો હતો. યુવાનના પિતાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા કે એવી તો શું જરૂર પડી ગઈ કે પોલીસને ગોળી ચલાવવાનો નિર્ણય લેવો પડ્યો... હાલ સમગ્ર મામલે મોનિટરિંગ પોલીસ કેપ્ટન દીપક રંજન આ ઘટનાને જોઈ રહ્યા છે...        




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..