ગાડીઓ, બાઈક જેવા વાહનો રસ્તા પર ચાલે, ટ્રેન પાટા પર ચાલે, બોટ પાણી પર ચાલે અને પ્લેન આકાશમાં ઉડે. આ વાક્ય વાંચીને એવું કહેશો કે આમાંથી શું નવાઈ. આમાં શું નવું છે. પ્લેનને ટેકઓફ કરતા જ આપણે રસ્તા પર જોયા હશે પરંતુ તમે ક્યારે રસ્તા પર પ્લેનને અટકવાયેલું, ફસાઈ ગયેલું જોયું? જવાબ હશે ના.. પરંતુ બિહારમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં બ્રિજ નીચે પ્લેન ફસાઈ ગયું હતું, પ્લેનને બહાર કાઢવા માટે અનેક રસ્તાઓ અપનાવવામાં આવ્યા.
મુંબઈથી આસામ લઈ જવાઈ રહ્યું હતું પ્લેનનું બોડી
સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને લઈ લોકોમાં આશ્ચર્ય થાય છે કે આવું તો કેવી રીતે બને? એવા જ એક સમાચારની વાત કરવી જે જેમાં પ્લેન બ્રિજ નીચે ફસાઈ ગયું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તમે વિચારતા હશો કે બ્રિજ નીચે પ્લેન કેવી રીતે ફસાઈ જાય? પરંતુ પ્લેન બ્રિજ નીચે ફસાયું છે કારણ કે પ્લેનની બોડીને ટ્રકમાં મૂકી એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવામાં આવી રહ્યું હતું. પ્લેનને મુંબઈથી આસામ વાયા બિહાર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે પ્લેન દુર્ઘટનાનું શિકાર બન્યું અને અમારા માટે તે સમાચાર બની જાય છે!
આ રીતે કાઢવામાં આવ્યું બ્રિજ નીચેથી પ્લેન!
મુંબઈથી આસામ. વાયા બિહાર. ટ્રક મોતિહારીમાં NH-28 પરના ઓવરબ્રિજની નીચે પહોંચતા જ ફસાઈ ગઈ હતી. પ્લેનને બ્રિજ નીચે ફસાયેલું જોવા માટે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા. અનેક લોકો પ્લેન સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો આને કારણે. ત્યારે મહામહેનત બાદ, ભારે જહેમત પછી વિમાનને બહાર કાઢવામાં આવ્યું હતું. બ્રિજની નીચેથી પ્લેનને બહાર કાઢવા અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્રકને બહાર કાઢવા માટે ટ્રકના ટાયરોની હવા કાઢવામાં આવી અને તે બાદ બ્રિજ નીચેથી પ્લેન નિકળ્યું. ટ્રક નીકળી તે બાદ ટ્રાફિક જામ હળવો થયો. નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર શરૂ થઈ શકી.